ભરૂચ,
ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિએ આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
જવાહરલાલ નહેરુનો જન્મ ૧૪ નવેમ્બર ૧૮૮૯ ના રોજ અલ્હાબાદમાં થયો હતો.આઝાદી બાદ તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. બાળકો પ્રત્યેના તેમના પ્રેમને કારણે તેમનો જન્મદિવસ બાળ દિવસ તરીકે ઉજવાય છે.૨૭ મે ૧૯૬૪ ના રોજ હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.
આ પ્રસંગે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મકબુલ અભલી,ઝુબેર પટેલ સહિતના કાર્યકરો અને આગેવાનોએ નહેરુજીની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is