best news portal development company in india

સાયખાની અલ્કેમી ફાઈન કેમ કંપનીમાં ગટર લાઈનની કામગીરી દરમ્યાન પ્રિ કાસ્ટ ડ્રેન નીચે પડતા એકનું મોત

SHARE:

– ઉદ્યોગોમાં કામદારની સલામતી સાથે રમત રમતી કંપનીઓના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો સામે તંત્ર કડક પગલા કેમ નથી ભરતી?

ભરૂચ,

ભરૂચ જીલ્લામાં વિવિધ જીઆઈડીસીઓ આવેલી છે.જેમાં અનેક કેમિકલ,ફાર્મા, પીગમેંટ સહિતના વિવિધ પ્લાન્ટો કાર્યરત છે.જે પૈકી કેટલીક કંપનીઓ સુરક્ષા મામલે બેદરકારી દાખવી છે.કામ કરતા કામદારોના જીવ સાથે રમત રમતી કંપનીઓના પાપે કેટલાક કામદારો નાની ઉંમરમાં પોતાનો જીવ ગુમાવી બેસે છે.આવી જ ઘટના વાગરા જીઆઈડીસીમાં આવેલ અલ્કેમી ફાઈન કેમ કંપનીમાં બની છે.જેમાં સુરક્ષાના અભાવ વચ્ચે કામ કરતા એક કામદારનું મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ૩૫ વર્ષીય સબુભાઈ નારસિંગભાઈ મખોડિયા રહે,અલ્કેમી ફાઈન કેમ કંપનીની કોલોની, જુનેદ,વાગરા મૂળ.રહેવાસી મુવાલીયા,દાહોદનાઓ ગટર લાઈનમાં નાંખવામાં આવતી સિમેન્ટની પ્રિ કાસ્ટ ડ્રેનને બેલ્ટ બાંધી ક્રેઈન દ્વારા ઉપરથી નીચે ગટરમાં ઉતારતા હતા તે વખતે અચાનક હુકમાંથી બેલ્ટ સરકી જવાથી પ્રિ કાસ્ટ ડ્રેન સબૂભાઈ પર આવી હતી જેથી તેમના ચહેરા પર ઈજા થઈ હતી.જેમને ભરૂચ સારવાર માટે લવાયા હતા પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.બનાવ સંદર્ભે વાગરા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

 કામદારોની સુરક્ષામાં ખામી રાખનાર કંપની સત્તાધીશો કે કોન્ટ્રાક્ટ સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવશે કે નહીં તે પણ સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લામાં કાર્યરત વિવિધ પ્લાન્ટોમાં ફરજ બજાવતા કામદારોની સુરક્ષા રાખવામાં આવે છે કે નહીં તે બાબતે લેબર વિભાગ,હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગ સહિતના વિવિધ વિભાગો દ્વારા સમયાંતરે ચેકીંગ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.નહિંતર સેફટીના અભાવે હજુ કેટલા નિર્દોષ કામદારો પોતાનો જીવ ગુમાવશે એતો આવનાર સમય જ નક્કી કરશે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!