– શિસ્તબદ્ધ રીતે નીકળેલા પથ સંચલનમાં સ્વયંસેવકો ઉપર ઠેર ઠેર પુષ્પવર્ષા કરાઈ
આમોદ,
આમોદ સ્વામીનારાયણ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો ૧૬ મી મે થી ૩૧ મી મે સુઘી પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે.જેનાં ભાગ રૂપે આજ રોજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરોએ સંપૂર્ણ ગણવેશમાં સજ્જ થઈને મોટી સંખ્યામાં સંસ્કાર વિદ્યાલય ખાતે ભેગા મળી શિસ્તબદ્ધ રીતે પથ સંચલન કર્યું હતું.વાંસળી અને બ્યુગલના સુમધુર સુરો સાથે તેમજ ડ્રમના તાલ સાથે કદમથી કદમ મિલાવી જયઘોષના નારા સાથે આમોદની સંસ્કાર વિદ્યાલયથી પથ સંચલનની શરૂઆત કરવામાં આવી હતી.જે વણકરવાસ, કાછીયાવાડ, ઊભી શેરી, રાણાસ્ટ્રીટ,જનતાચોક, સરીપાપોર, હિંમતપુરા,આમોદ ચાર રસ્તા, મામલતદાર કચેરી,તિલક મેદાન,દિલાવર મંઝીલ,બહુચરાજી મંદિરથી પરત સ્વામિનારાયણ સ્કૂલે ખાતે પૂર્ણ થઈ હતી.પથ સંચલનના માર્ગો ઉપર ધારાસભ્ય ડી.કે.સ્વામી,આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી હિતેશ શાહ,આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિત ભાજપનાં હોદ્દેદારો,નગરપાલિકાનાં સદસ્યો,મહિલા આગેવાનો તેમજ ભાઈઓ – બહેનો દ્વારા પરમ પવિત્ર ભગવા ધ્વજ તેમજ સ્વયંસેવકો ઉપર ઠેર ઠેર પુષ્પવર્ષા કરી સન્માન કરવામાં આવ્યુ હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is