(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સુરત ખાતે આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ રાજ્ય કક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં નર્મદા જીલ્લાની રાજ્ય કક્ષાની જીમ્નાસ્ટિક નિવાસી એકેડેમીના ખેલાડીઓ, સી.ઓ.ઈ ખેલાડી અને ડી.એલ.એસ.એસ, અંબુભાઈ પુરાણી સ્કૂલના ખેલાડીઓ એ નોંધપાત્ર સફળતા મેળવી હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ ચાલી રહેલી અને જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી,નર્મદા દ્વારા સંચાલિત આ નિવાસી એકેડેમીના ખેલાડીઓએ કુલ ૧૫ મેડલ્સ જીત્યા હતા સી.ઓ.ઈ ખેલાડીએ ૧ મેડલ અને ડી.એલ.એસ.એસ ખેલાડીઓ ૫ મેડલ્સ જીત્યા હતા.
જુનિયર વિભાગના ભાઈઓમાં પ્રિતમ ચુડાસમાએ ૧ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ મેળવ્યો,મયંક સીલમકર ૧ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ ,જાળીયા સત્યપાલ (ડી. એલ. એસ.એસ) એ ૧ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ અને કૃતિક સિલીમકર એ ૧ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.જયારે સિનિયર વિભાગના ભાઈઓમાં નરેશજી ઠાકોરે ૨ ગોલ્ડ મેડલ જીત્યા,હર્ષ લુખીએ ૧ બ્રોન્ઝ મેડલ અને યશ મૈયત્રા (ડી.એલ.એસ.એસ) એ ૧ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.તો જુનિયર વિભાગની બહેનોમાં જાન્હવી સોલંકીએ ૨ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા અને ફલક વસાવાએ ૧ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને સિનિયર વિભાગની બહેનોમાં વિશ્રાંતિ પરમારે ૧ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ જીત્યા હતા.જયશ્રી ઠાકોરે પણ ૧ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા. મિત્તલ ઠાકોર અને દર્શના કલાલે ૧-૧ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
આ ચેમ્પિયનશિપમાં પ્રિતમ ચુડાસમા (જુનિયર ભાઈઓ) ઓલ રાઉન્ડ ચેમ્પિયન બની ૫ મેડલ જીત્યા. વિશ્રાંતિ પરમાર (સિનિયર બહેનો) ઓલ રાઉન્ડ ચેમ્પિયન બની ૪ મેડલ જીત્યા. ટ્રેમ્પોલીન ઇવેન્ટમાં નરેશજી ઠાકોરે ચેમ્પિયનશિપ જીતી અને મયંક સીલમકર એ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ફલક વસાવાએ ટ્રેમ્પોલીન જુનિયર વિભાગ બહેનોમાં ચેમ્પિયનશિપ જીતી હતી. મિત્તલ ઠાકોરે સિનિયર વિભાગ બહેનોના ટ્રેમ્પોલીનમાં બીજા ક્રમ પર રહી યાદગાર પ્રદર્શન આપ્યું હતું.કુલ 21 મેડલ જીત્યા છે. જેમા 15 – નિવાસી એકેડેમી, 5 – D.L.S.S.અને 1 – C.O.E. 2 ઓલ રાઉન્ડ ચેમ્પિયનઅને 3 ટ્રેમ્પોલીન વિજેતા જાહેર થયા હતા.
આ તમામ સફળતાઓ કોચ સુમિત ખારપાસ (એકડમી કોચ), મિકેતા પટેલ (ડીસ્ટ્રીક કોચ), હિરલ વસાવા (ડી.એલ.એસ.એસ કોચ) અને ટ્રેનર ભાર્ગવ રાઠોડ ના માર્ગદર્શન અને તાલીમના પરિણામરૂપે સંભવ બની.જિલ્લા રમત વિકાસ અધિકારી,નર્મદા દિનેશભાઈ ભીલે તમામ ખેલાડીઓ અને કોચને અભિનંદન પાઠવ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is