best news portal development company in india

જંબુસર ગાયત્રી નગર સોસાયટીની મિટિંગમાં હોબાળા બાદ પાલિકાની ગટર ચેમ્બર તોડી પડાતા પાલિકામાં રજૂઆત

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર ગાયત્રી નગર સોસાયટીની મિટિંગમાં હોબાળો સ્થાનિક હિતેન્દ્રસિંહ ઠાકોરની ગટર ચેમ્બર કેટલાક ઈસમોએ તોડી પાડતાં પાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

જંબુસરની ગાયત્રી નગર સોસાયટીમાં શ્રી કૃષ્ણ મંદિરે સોસાયટી પરિવારની મીટીંગ નું આયોજન શ્રી હિતેન્દ્રસિંહ ઠાકોરે 16  મુદ્દાના એજન્ડા અગાઉ નક્કી કર્યાં મુજ્બ વિકાસના કામો માટે કરેલ હોય કેટલાક ઈસમોએ મિટિંગમાં હલ્લાબોલ કરી ગાળો અને ધમકીઓ આપી મિટિંગ ને વેર વિખેર કરી અને ત્યારબાદ જેસીબી બોલાવીને બિન અધિકૃત રીતે હિતેન્દ્રસિંહ ઠાકોરના ઘરની ગટર ચેમ્બર સહિત લાઈન  તોડી નાખતા હિતેન્દ્રસિંહે ન્યાયની દાદ માટે પોલીસ સ્ટેશન, નગરપાલિકા મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેકટર કચેરી અને સુરત RCM માં રજૂઆત કરી છે.શુ આવા અસામાજિક તત્વો ઉપર તંત્ર કાર્યવાહી કરશે કે કેમ એ જંબુસરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!