(સંજય પટેલ,જંબુસર)
જંબુસર એપીએમસીના ચેરમેન વનરાજસિંહ છત્રસિંહ મોરી જંબુસર તાલુકાના ધરતીપુત્રોની ચિંતા કરી રાજ્ય સરકારમાં તુવેર ખરીદી સેન્ટર શરૂ કરવા સતત પ્રયત્નો હાથધર્યા હતા.જેના ફળ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા જંબુસર તાલુકાના ધરતીપુત્રોની તુવેર ખરીદી કરવા એપીએમસીમાં ઈન્ડી એગ્રો એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી.જે અંતર્ગત જંબુસર એપીએમસી ખાતે તારીખ ૧૫/૦૪/૨૦૨૫ થી ૧૫/૦૫/૨૦૨૫ સુધીમાં જંબુસર તાલુકાના ૧૦૧૭ ખેડૂતોની મળી કુલ ૨૭,૨૦૯ ક્વિન્ટલ તુવેર ખરીદી કરવામાં આવી હતી અને ધરતીપુત્રોમાં આનંદની લહેર જોવા મળી હતી.એક માસ દરમ્યાન ટેકાના ભાવે ખરીદી કરાયેલ તુવેરની ૭૦ ટકા જેટલા ખેડૂતોને રકમ ચૂકવવામાં આવેલ છે.તથા ૩૦ ટકા જેટલા ખેડૂતોને રકમ ચૂકવવાની બાકી હોય જે સત્વરે ખેડૂતોને બાકી રકમ ચૂકવવામાં આવશે.આ સહિત આગામી તારીખ ૦૧/૦૬/૨૦૨૫ થી જંબુસર તાલુકાના ધરતીપુત્રોના મગ ખરીદી શરૂ કરવામાં આવશે જેની ખેડૂત મિત્રોએ નોંધ લેવા એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી દ્વારા જણાવાયું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is