– વાવાઝઝોડામાં ખેતીને થયેલા નુકશાનની સાહાયની માંગ
(ભાવેશ પંડ્યા,ભાલોદ)
ઝઘડીયા તાલુકાના તેમજ આજુબાજુના ગામોના ખેડૂતો દ્વારા તાજેતરમાં આવેલ વાવાઝોડા બાદ થયેલા ભારે પાક નુકસાન અંગે ભરૂચ જીલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવામાં આવ્યુ છે. ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે તા.૨૬ મેના રોજ રાત્રે આવેલા વાવાઝોડાંમાં કેળાના પાકને ૭૦ થી ૧૦૦ ટકા સુધીનું નુકસાન થયું છે.ગામડાઓમાં કેળા નો તૈયાર પાક ધરાશાયી થઈ ગયા છે અને ખેડૂતોને આર્થિક ધક્કો પડ્યો છે ખાસ કરીને ઝઘડીયા તાલુકાના ભાલોદ – કૃષ્ણપુરી,વઢવાણા,નવાપુરા તથા બાજુના ગામો જેમકે વણાકપોર,સરસાડ, કાકલપોર,ઉમદરા,રૂઠં ટોઠીદ્રારા તરસાલી,ઓરપાટાર,ઈન્દોર સાથે બીજા અન્ય ગામોમાં ખેડૂતોને જીવિકાનું મોટું સહારો ગણાતા કેળાના પાકમાં મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે.ઝઘડીયા તાલુકાના ખેડૂતોએ ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર આપીને નુકશાનીના સ્થળ પર સર્વે હાથ ધરવામાં આવે અને થયેલ નુકસાનીનું યોગ્ય મુલ્યાંકન કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is