(વિજય વસાવા,નેત્રંગ)
રાજય ચુંટણી આયોગ દ્રારા તા.૨૮ના રોજ ગ્રામપંચાયતોની ચુંટણીની જાહેરાત કરવામાં આવતા નેત્રંગ તાલુકાની પાંચ ગ્રામપંચાયતો સહિત નવ ગ્રામપંચાયતમાં ખાલી પડેલ વોર્ડ સભ્યની ખાલી પડેલ સીટો માટેની ચુંટણી તા.૨૨ જુન રોજ યોજાનાર છે.જેમા (૧) અશનાવી (૨) સજણવાવ (૩) કોલીવાડા ગુપ (૪) ચીખલી (૫) મોટામાલપોર ઉપરોક્ત પાંચ ગ્રામ પંચાયતોના સરપંચ અમે સભ્યની ચુંટણી થશે જ્યારે (૧) કેલ્વીકુવા (૨) વાંકોલ (૩) કવચીયા (૪) કાકડકુઇ (૫) ખરેઠા (૬) ચાસવડ (૭) ફોકડી ગુપ (૮) બિલોઠી (૯) ગાલીબા આમ ઉપરોક્ત ગ્રામ પંચાયતોમાં વોર્ડ સભ્યની ખાલી પડેલ સીટોની ચુંટણી થશે.જેને લઈ ને નેત્રંગ મામલતદાર કચેરી ખાતે ચુંટણી શાખામાં તૈયારીઓ ચાલી રહી હોવાનુ મામલતદાર રીતેશ કોકણી જણાવ્યુ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is