– બંને પક્ષના લોકો વચ્ચે લાકડી અને ધોકા સાથે મારામારી થતા સામ સામે ફરિયાદ
ભરૂચ,
ભરૂચના નિકોરા ગામમાં યુવક અને યુવતીના પ્રેમલગ્નન કર્યા બાદ પરત ગામમાં ફરતા તણાવની સ્થિતિ ઊભી થઈ હતી.બંને પક્ષે મારામારી સર્જાતા બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નિકોરા ગામના યુવકે ગામની જ યુવતી સાથે ભાગી જઈ અંકલેશ્વરમાં લગ્ન કર્યા હતા.આ લગ્નને કારણે બંને પરિવારજનોમાં તણાવ ઊભો થયો હતો.પ્રારંભિક તબક્કામાં પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.જે બાદ યુવક લગ્ન કરી પત્ની સાથે નિકોરા ગામમાં પરત ફરતા જ ગામમાં તણાવની સ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ હતી.યુવકના ગામમાં પ્રવેશના તરત બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર વાદવિવાદ શરૂ થયો હતા.જેમાં લાકડીઓ અને હથિયારોથી ભરેલી મારામારીમાં પરિવર્તિત થયો હતો.જે ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો હતો.જેમાં બંને પરિવારજનો એકબીજાને લાકડીઓ વડે મારતાં જોવા મળતા સમગ્ર મામલે વધુ ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઈ હતી.જે મારામારીમાં ઈજાગ્રસ્ત થયા તેઓને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બનાવની ગંભીરતા જોઈ નબીપુર પોલીસ તાત્કાલિક કાર્યવાહી હાથધરી બંને પક્ષે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is