(સંજય પટેલ,જંબુસર)
જંબુસર નગરના અગ્રણી વેપારી સ્વ.રમેશચંદ્ર ગાંધીના પુત્ર સુદેશ ગાંધીની પુત્રી ધ્વનિ ગાંધી જેઓએ ધોરણ ૧૦ સુધી જંબુસર નગરની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે અભ્યાસ કર્યો હતો.ત્યારબાદ ધોરણ ૧૨ સાયન્સનો અભ્યાસ શ્રીમતી એચ એચ શાહ હાઈસ્કૂલ ખાતે કર્યો હતો. વધુ અભ્યાસ અર્થે ચારુતર વિદ્યામંડળ એ આર કોલેજ ઓફ ફાર્મસી એન્ડ જી એચ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી વિદ્યાનગર ખાતે એમ ફાર્મ કર્યું હતું.સખત લગન અને મહેનતથી ગુરુજીના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરી એમ ફાર્મ, (ફાર્માકોગ્નોસી) સેમ ચારની એપ્રિલ ૨૦૨૫ માં પરીક્ષા લેવાઈ હતી.જીટીયુની પરીક્ષામાં કોલેજનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું હતું.જેમાં ધ્વનિ ગાંધીએ ૧૦ માંથી ૧૦ એસપીઆઈ મેળવી જીટીયુમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કરી જંબુસર કાછિયા પટેલ સમાજ પરિવારનું નામ રોશન કર્યું હતું.જે બદલ શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is