આમોદ,
આમોદમાં મોટા તળાવ ખાતે ૬.૫૯ કરોડનાં ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે.જે કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોવાની બૂમ ઉઠવા પામી છે.આમોદમાં વરસેલા કમોસમી વરસાદે કોન્ટ્રાકટર દ્વારા થઈ રહેલી તકલાદી કામગીરીની પોલ બહાર પાડી હતી.જે અંગે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તળાવની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યાં હતાં.પરંતુ આ અંગે કન્સલ્ટન્ટ એજન્સી અને નગર પાલિકા દ્વારા કોઈ દેખરેખ ના રાખતા કોન્ટ્રાક્ટરને જાણે ઘી કેળા થઈ ગયાં હોય તેમ લાગી રહ્યુ છે.
આમોદના મોટા તળાવ ખાતે બ્યુટી ફિકેશનની કામગીરી ચાલી રહી છે જેમાં ચણતર, પ્લાસ્ટર અને કોંક્રેટની કામગીરીમાં બિલકુલ જીણી રેતી વાપરવામાં આવી હોવાનું ઘ્યાનમાં આવ્યુ હતું.તેમજ રેતીમાં માટીના ઢેફા પણ જોવા મળી રહ્યા છે.જેના કારણે કોંક્રેટ કરેલો માલ હાથમા આવી જાય છે.જયારે રબલ પેચિંગ પ્રોટેકશન પાળ પણ એકદમ તકલાદી બનાવેલ હોવાથી મોટા મોટા હોલ પડી ગયેલાં નજરે પડયા હતા.આમોદમાં વરસેલા કમોસમી વરસાદે જાણે તળાવ બ્યુટી ફિકેશનની કામગીરીની પોલ ખુલ્લી પાડી હોય તેમ લાગી રહ્યુ છે.આ અંગે આમોદ પાલિકાના મુખ્ય અધિકારીને પૂછતાં તેમણે કંઈ પણ જણાવવાનો ઈન્કાર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાના મોટા તળાવ ખાતે ૬.૫૯ કરોડનાં ખર્ચે બ્યુટી ફિકેશનની કામગીરી ચાલી રહી છે.જેમાં ભાજપના સત્તાપક્ષના નેતાઓએ કોન્ટ્રાકટર પાસેથી પેટ બાંધીને ટકાવારી લઈ લીધેલી હોય સત્તાપક્ષના મોંઢા સિવાઈ ગયાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
– કન્સલ્ટનની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા
આ અંગે મીડિયાકર્મી દ્વારા તળાવની કામગીરી માટે અધિકૃત કરેલા કન્સલ્ટનને ફોન કરતા જણાવ્યું હતું કે હું હાલ જંબુસરમા ચાલતી કામગીરી ઉપર છુ.હું ૧૦ મિનિટમા આમોદ આવું છુ.પરંતુ આખો દિવસ પૂરો થયો હોવા છતાં આ કન્સલ્ટન્ટ આમોદ નહોતા અને મીડિયાકર્મીનો ફોન પણ ઉઠાવ્યો ન હોતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is