– દુકાન સંચાલકે ગેરકાયદેસર ચોખા અને ઘઉં ભરેલું ટ્રેકટર દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસે શોધી કાઢી જપ્ત કર્યુ
– નાયબ પુરવઠા મામલતદારે સરકારી ઘઉં અને ચોખાના કટ્ટા સીઝ કરી કાર્યવાહી હાથધરી
આમોદ,
આમોદ તાલુકાના ઓચ્છણ ગામે સરકારી ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી જેનાં અનુસંધાનમાં પોલીસને ઓચ્છણ ગામની ભાગોળે સાંપા પાટીયા તરફ જતા એક લાલ કલરનું ટ્રેક્ટર સાથે વાદળી કલરની ટ્રોલી આવતા ઉભી ટ્રેકટર નંબર જીજે ૧૬ બીકે ૮૨૩૩ જેના ડ્રાઈવરનુ નામ ઈશ્વર શના રાઠોડ રહે.જુના ફળીયામા,કરેણા ગામ, તા.આમોદ જી.ભરૂચનો હોવાનું જણાવ્યું હતુ.જે ટ્રેક્ટરની પાછળ આવેલ ટ્રોલીમા ચોખા થેલી નંગ ૨૮ તથા ઘઉં થેલી નંગ ૧૯ આમ કુલ થેલી નંગ ૪૭ જે અનાજનો સામાન હતો. ટ્રેક્ટર,ટ્રોલી તથા અનાજના માલિક ભુપેન્દ્ર ભગુ પટેલ રહે.કેશવ પાર્ક, કરજણ,તા.કરજણ, જી.વડોદરાનાઓનુ જણાવેલ જેથી સદર માલિકને બોલાવતા તેઓને અનાજનો સામાન ક્યાંથી લાવેલ છે અને ક્યાં લઈ જવાનો છે.જે બાબતે પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો.તેમજ અનાજનું કોઈ બીલ કે આધાર પુરાવો નહોતો.જેથી પોલીસે આમોદ પુરવઠા વિભાગને જાણ કરતા નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે આમોદ પોલીસ ઈન્સ્પેકટર રાજુ કરમટીયાની હાજરીમાં સરકારી ગોડાઉન ઉપર ગેરકાયદેસર પકડાયેલા અનાજના જથ્થાનું વજન કર્યુ હતું.જેમાં ચોખા થેલી નંગ ૨૮ જેનુ વજન ૧૩૭૮ કિ.ગ્રા તથા ઘઉં થેલી નંગ ૧૯ જેનુ વજન ૯૭૪ કિ.ગ્રા આમ કુલ થેલી નંગ ૪૭ જેનુ કુલ વજન ૨૩૫૨ કિ.ગ્રા થયુ હતું.જે એક કિલોનાં કિ.રૂ.૩૦ લેખે કુલ કિ.રૂ.૭૦,૫૬૦ અનાજ સરકારી ગોડાઉનમાં સીઝ કર્યું હતું.તેમજ આમોદ પોલીસે ટ્રેક્ટર તથા ટ્રોલીની આશરે કિ.રૂ.૫ ૦૦,૦૦૦ ગણી કુલ.રૂ.૫,૭૦,૫૬૦ મુદ્દામાલ વધુ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યો હતો.તેમજ અનાજની હેરાફેરી કરનાર બન્ને ઈસમો ઈશ્વર શના રાઠોડ અને દુકાન સંચાલક ભૂપેન્દ્ર ભગુ પટેલની અટક કરી આગળની તપાસ હાથધરી હતી.
ગત રોજ આમોદ પોલીસે ગેરકાયદેસરના સરકારી ઘઉં અને ચોખાના ૨૩૫૨ કિ.ગ્રા અનાજનો જથ્થો પકડ્યા બાદ પુરવઠા વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી હતી અને રાત્રીના સમયે ઓચ્છણ ગામે સસ્તા અનાજની દુકાન સંચાલકને ત્યાં પંચનામુ,હાજર અનાજનો જથ્થો તેમજ દુકાન સંચાલકના જવાબો સહિતની કામગીરી હાથધરી હતી.તેમજ દુકાનમાં રાખેલા સ્ટોક પત્રક ઉપર પણ કોઈ માહિતી દર્શાવી નહોતી જેની પણ પુરવઠા મામલતદારે ગંભીર નોંધ લીધી હતી.ત્યાર બાદ નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે ભરૂચ જીલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.
– દુકાન સંચાલકે ગેરકાયદેસર ચોખા અને ઘઉં ભરેલું ટ્રેકટર દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલીસે શોધી કાઢી જપ્ત કર્યુ
આમોદ પોલીસે ગેરકાયદેસર અનાજ ભરેલું ટ્રેકટર ઝડપ્યા બાદ ચબરાક દુકાન સંચાલકે ટ્રેકટર પોતાના દિવેલાના ખેતરમાં છુપાવી દેતા પોલસને પણ હંફાવી દીધી હતી.દુકાન સંચાલકે પોલીસની નજર ચૂકવી પોતાના ટ્રેકટરના ડ્રાઈવર મારફતે દિવેલાના ખેતરમાં છુપાવી દેતા હાજર મીડીયા કર્મીના કેમેરામાં દુકાન સંચાલકની અનાજ ગરવલ્લે કરવાની કરતૂત કેમેરામાં કેદ થઈ ગઇ હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is