અમેરિકાની પ્રતિષ્ઠિત સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી નામની અંગ્રેજી શબ્દોના સાચાં સ્પેલિંગ જણાવવાની 2025ની સ્પર્ધામાં ગુરૂવારે તેર વર્ષનો ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થી ફૈઝાન ઝાકી વિજેતા બન્યો છે. ટેક્સાસની સીએમ રાઇસ મીડલ સ્કૂલના સાતમા ધોરણના વિદ્યાર્થી ઝાકીને 50000 ડોલરનું રોકડ ઇનામ, મેડલ તથા ચેમ્પિયન ટ્રોફી ઇ.ડબલ્યુ સ્ક્રીપ્સ કંપનીના સીઇઓ અને પ્રેસિડેન્ટ એડમ સિમ્કોને એનાયત કરતાં જણાવ્યું હતું કે આ ટ્રોફી જીતી ફૈઝાને ચેમ્પિયનને છાજે તેવી દૃઢતાનું ઉદાહરણ પુરૂ પાડયું છે.
૧૯૨૫માં વોશિંગ્ટનમાં પહેલી સ્પેલિંગ બી સ્પર્ધા યોજાઇ ત્યારે તેમાં માત્ર નવ બાળકોએ જ ભાગ લીધો હતો. સો વર્ષ પછી આ વર્ષે યોજાયેલી સ્પર્ધામાં ૨૦૦ કરતાં વધારે બાળકોએ ભાગ લીધો હતો. સ્પેલિંગ બીના ઇતિહાસમાં ઝાકી એવો પાંચમો સ્પર્ધક છે જે આગલા વર્ષે બીજા ક્રમે આવ્યો હોય. ઝાકી 2019માં 370મા ક્રમે, 2023માં 21મા ક્રમે અને 2024માં બીજા ક્રમે આવ્યો હતો. ઝાકી સહિત આ સ્પર્ધામાં ૩૬ ચેમ્પિયન્સ ઇન્ડિયન અમેરિકન્સ રહ્યા છે. 1999માં નુપુર લાલા પહેલીવાર આ સ્પર્ધા જીતનાર ઇન્ડિયન અમેરિકન બની હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is