કેન્દ્ર સરકારે રાજ્યસભાના સાંસદોને સ્માર્ટ બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. સાંસદોને લેપટોપ સહિતના અનેક ગેઝેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 23 મે-2025ના રોજ એક બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યસભાના સભ્યોને કમ્પ્યુટર સાધનો માટે નાણાકીય હક આપવાની યોજના હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના વિશેની માહિતી રાજ્યસભા બુલેટિનમાંથી સાંસદોને આપવામાં આવી છે.
સાંસદોને કયા કયા ગેઝેટ્સ અપાશે?
- ડેસ્કટોપ કોમ્પ્યુટર
- લેપટોપ કોમ્પ્યુટર
- પેન ડ્રાઇવ
- પ્રિંટર (ડેસ્કજેટ/લેસરજેટ/મલ્ટી-ફંક્શન/પોર્ટેબલ)
- સ્કેનર
- યુપીએસ (ફક્ત ડેસ્કટોપ સાથે)
- હેન્ડહેલ્ડ કોમ્યુનિકેટર/કમ્પ્યુટર/સ્માર્ટ ફોન
- ડેટા ઇન્ટરનેટ કાર્ડ

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is