best news portal development company in india

કોંગ્રેસ માંથી આવેલા લોકો ભાજપમાં આવીને માત્ર કોન્ટ્રાક્ટના કામો કરવા જ આવ્યા છે : સાંસદ મનસુખ વસાવા

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા રાજપીપલા ખાતે આજે અહલ્યા બાઈ હોલકરની 300મી જન્મ જ્યંતી ની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી માં  સાંસદ મન્સુખ વસાવા રોષે ભરાયા અને સાંસદે પોતાના ભાષણ માં કહ્યું કે કોંગ્રેસ માંથી આવેલા લોકો ભાજપ માં આવી ને માત્ર કોન્ટ્રાક્ટ ના કામો કરવા માટે જ આવ્યા છે,સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ટપોરી ઓ જેવા લોકો આપણા પર હાવી થાય ડેડીયાપાડા માં ભીલિસ્તાન ની માંગણી કરનારા લોકો આપણા પર રાજ કરે આપણા સમય માં વિકાસ ના કામો થયા છે તો પણ આપણા લોકો મૌન છે અને ચૈતર વસાવા એન્ડ કંપની આપણા પર હાવી થાય છે આપણા સમય માં બનેલા સી સી રોડ પાંચ મહિના નથી ચાલતા હવે કોંગ્રેસ કે બિટીપી વાળા નથી આપણા લોકો કામ કરે આવા કામો કરે સાથે મનરેગા માં કૌભાંડ નીકળે અને આપણા કાર્યકર્તા ઇનવોલ્વ હોઈ અને અમે ભાજપ ઉભું કર્યું છે અને આજકાલ ના નેતાઓ એ નથી વેઠયું તે સમયે કોંગ્રેસના નેતાઓ એ માથા ફોડ્યા છે અને આજે કોંગ્રેસના નેતાઓ આપણા પર હાવી થાય,આપણે ભાજપ ને કોંગ્રેસના હવાલે સોંપી દેવું છે નાના મોટા કોન્ટ્રાક્ટ ના કામો માં કોંગ્રેસીઓ જ દેખાય આપણને જે કોંગ્રેસીઓ ભાજપ માં આવ્યા છે એ પોતાની સંસ્થા બચાવવા અને કામો કરવા માટે આવ્યા છે ભાજપ નો કોઈ કાર્યકર્તા બિઝનેસ કરે તેને સમર્થન છે આપણા સરપંચે બનાવેલો રસ્તો6 મહિના માં તૂટી જાય તો આપણે કોના પર આક્ષેપ કરવાના સાથે હાલ જે નર્મદા મનરેગા માં થયેલા કૌભાંડ મુદ્દે સાંસદ મનસુખ વસાવા એ આપ્યું નિવેદન આપતા જણાવ્યું કે મનરેગા માં થેયલ કૌભાંડ મુદ્દે આખા ગુજરાત ને ટાંકી ને કહ્યું છે.

ચૈતર વસાવા એ નર્મદા જિલ્લામાં 400 કરોડ નું મનરેગા નું કૌભાંડ છે ની ચર્ચા પર પણ સાંસદે આપ્યું નિવેદન આપ્યું કે ચૈતર વસાવા અત્યારસુધી શુ કરતા હતા જે તે સમયે કામો ચાલતા હતા ત્યારે ચૈતર વસાવા એન્ડ કંપની ઉંઘતી હતી 3 વર્ષ પછી આ મુદ્દા ને ઉછાળો છો જ્યાં સેટિંગ કરવાનું હોઈ ત્યાં ચૈતર વસાવા સેટિંગ કરી લે છે અને પછી વિધાનસભા માં અને સંકલન માં મુદ્દાઓ લાવે છે અને સરકાર ને બદનામ કરવા ના પ્રયત્નો કરે છે,મનસુખ વસાવાએ પણ સ્વીકાર્યું કે મનરેગા માં ઘણી જગ્યાએ ગુણવત્તા વગર ના પણ કામો થયા છે પેહલા ની સરકાર માં પેપર પર કામ થતા હતા આજ ની સરકાર માં કામો થાય છે ચોક્કસ ગુણવત્તા નથી જળવાતી એ સ્વીકારું છું ચૈતર વસાવા ના દેખાડવાના દાંત જુદા અને ચાવવાના દાંત જુદા છે અમારા લોકો ની જે પણ એજન્સીઓ હોઈ અને તે એજન્સી એ પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તેની પણ તપાસ થવી જોઈએ કેટલીક એજન્સીઓ ઓછા ભાવે ટેન્ડર ભરે છે અને કામ માં પણ કાળજી નથી રાખતા મનરેગા ટેન્ડર પ્રક્રિયા માં સુધારો થવો જોઈએ,ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લા ને ટાર્ગેટ કરી ને  બદનામ કરવામાં આવે છે જ્યાં પણ ખોટું કામ થયું હોય ત્યાં તપાસ થવી જોઈએ માંગ પણ કરી છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!