(સંજય પટેલ,જંબુસર)
જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે હેડ પોસ્ટ માસ્ટર ભરૂચ એન આર ગોહિલના અધ્યક્ષ સ્થાને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અજીતસિંહ ભારતસિંહ રાણાનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો.જેમાં સબ પોસ્ટ માસ્ટર મકતમપુર વિજયભાઈ પારેખ, એ.સી.પરમાર, મનિષાબેન જોશી, રમેશભાઈ, દિનેશ પઢિયાર, દાઉદભાઈ, અશોકભાઈ પરમાર,પ્રવિણસિંહ ઝાલા,નગીનભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
જંબુસર તાલુકાના ટુંડજ ગામના વતની અજીતસિંહ ભારતસિંહ રાણા જેઓ 22/11/1988 ના રોજથી ટુંડજ બી.પી.એમ તરીકે નિમણૂક પામ્યા હતા.તેમણે ડિવિઝન ક્ષેત્ર સહિત ગુજરાત લેવલે કામગીરી કરી છે.જેઓ વય નિવૃત્ત થતા હોય તેમની સાથે વિતાવેલી ક્ષણો તેમની કામગીરીની ઉપસ્થિતો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.આજનો દિવસ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે, અજીતસિંહએ પરિવાર અને પોસ્ટ કર્મચારીઓ માટે દિવસ રાત એક કરી જે કાર્ય કર્યું છે તે ભુલાય તેમ નથી.તેમણે ભરૂચ જિલ્લામાં પોસ્ટ માં ઘણા પ્રશ્નો છે તેમાં ન્યાય અપાવ્યો છે.વ્યક્તિ,વસ્તુ અને સંબંધ છોડવો મુશ્કેલ છે.આ વિદાય નો પ્રસંગ કરુણ છે. અજીતસિંહે નિષ્કામ કર્મ કર્યું છે.આગામી શેષ જીવન આધ્યાત્મિક ક્ષેત્રમાં,પરિવાર સાથે નીરોગી, દિર્ધાર્યું, જીવન જીવે તેવી ઉપસ્થિતિ તો એ શુભકામનાઓ પાઠવી હતી અને તમામે અજીતસિંહને પુષ્પગુચ્છ,શાલ ઓઢાડી,મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.કાવલીના ઐયુબભાઈ હલદરવા દ્વારા સમારંભનું સુચારું સંચાલન કરવામાં આવ્યું હતું.અને તેમની આગવી શૈલીથી શેરો શાયરી દ્વારા સૌના દિલ જીતી લીધા હતા.સદર વય નિવૃત્તિ વિદાય સમારંભમાં જંબુસર, આમોદ તાલુકાના તમામ પોસ્ટ કર્મચારી ભાઈ બહેનો હાજર રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is