– ૧૬ મી મે થી ૩૧ મી મે સુઘી યોજાયેલા સંઘ શિક્ષા વર્ગની ઝાંખી રજૂ કરાઈ
આમોદ,
આમોદ સ્વામિનારાયણ સ્કુલ ખાતે ગત રોજ સાંજના રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો સંઘ શિક્ષા વર્ગનો પ્રકટ સમારોહ યોજાયો હતો.જેમાં ૧૬ મી મે થી ૩૧ મી મે સુઘી ચાલેલા શિક્ષા વર્ગના કાર્યોની મહેમાનો સમક્ષ ઝાંખી રજૂ કરવામાં આવી હતી. સાંજે છ કલાકે શરૂ થયેલાં કાર્યક્રમમાં ધ્વજારોહણ કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી તેમજ પ્રાર્થના અને એકાત્મ મંત્રનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યાબાદ બાદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરોએ ઘોષવાદન સાથે કદમથી કદમ મિલાવી પથ સંચલન કર્યું હતું.અને દંડ પ્રયોગ, વ્યાયામ યોગ,પદ વિન્યાસ સહિતનાં સંઘ પ્રયોગ રજૂ કરવામાં આવ્યાં હતાં.સમરસતા મંત્ર રજૂ કરી પ્રાંતમાંથી પધારેલા સંઘના મહેમાનોનો પરિચય આપવામાં આવ્યો હતો અને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ આવેલા મહેમાનોને સંઘની કાર્ય પધ્ધતિ જણાવી હતી.આમોદમાં ચાલી રહેલાં શિક્ષા વર્ગમાં ૧૬૭ શિક્ષાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં ૨૪ શિક્ષકોએ તાલીમ આપી હતી.દક્ષિણ અને મધ્ય ગુજરાતના ૫૦ તાલુકામાંથી કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.સમાપન સમારોહમાં ગુજરત પ્રાંતના પ્રચાર પ્રમુખ તેજસ પટેલ, ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા ના ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ગુજરાતના પ્રાંત કાર્યવાહ, શૈલેષ પટેલ,રાજેશ જોશી સહિતનાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં સમાપન સમારોમાંમાં સાધુ સંતો સહિત રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.મુખ્ય વક્તા શૈલેષ પટેલે પોતાના વક્તવ્યમાં સંઘની સ્થાપના,તેની કાર્યપદ્ધતિ, સંઘ દ્વારા હિંદુ ધર્મનું રક્ષણ,દેશ સેવામાં સંઘનું યોગદાન,સામાજીક સમરસતા અંગે જાગૃતિ, નબળા વર્ગોને સબળો કરવાં ભારતના સંવિધાનનું દૃષ્ટાંત, પર્યાવરણનું સંરક્ષણ, નાગરિક શિષ્ટાચાર, સ્વ આધાર જીવન પધ્ધતિ, કુટુંબ પ્રબોધન, શ્રેષ્ઠ ભારત સંકલ્પના મુદ્દાઓ આવરી લઈ બૌદ્ધિક પ્રવચન આપ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is