ભરૂચ,
સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા હતા.
મૂળ લુણાવાડાના રહેવાસી અને હાલ ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા. આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ ૧૦૮ ઇમરજન્સી સેવાને જાણ કરતા ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી હતી.આ દરમ્યાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is