best news portal development company in india

વિરાટ કોહલીની ઈમોશનલ પોસ્ટ, RCBની જીત અંગે જુઓ શું કહ્યું

SHARE:

વિરાટ કોહલીએ અંતે 18 વર્ષની લાંબી રાહ જોયા બાદ આઈપીએલની ટ્રોફી હાંસલ કરી લીધી છે. અમદાવાદમાં રમાયેલી આઈપીએલ 2025ની ફાઈનલ મેચમાં RCBએ પંજાબ કિંગ્સને છ રનથી હરાવ્યા હતાં. કોહલીએ ફાઈનલ મેચમાં RCB માટે સૌથી વધુ 43 રન બનાવ્યા હતાં. RCBની આક્રમક બોલિંગના કારણે પંજાબ કિંગ્સ 184 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. RCBની જીતની ઉજવણી કરતાં વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી.

વિરાટ કોહલીની ભાવુક પોસ્ટ

RCBના સ્ટાર બેટર વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, આ ટીમે સપનું પૂરુ કર્યું. આ સિઝન હું ક્યારેય ભૂલીશ નહીં. અમે આ આઈપીએલ માટે છેલ્લા અઢી માસના પ્રવાસનો ભરપૂર આનંદ લીધો છે. આ જીત RCBના ચાહકો માટે છે. જેમણે ખરાબ સમયમાં પણ અમારો સાથ છોડ્યો નહીં. આ ભૂતકાળના વર્ષોમાં દિલ તૂટવા અને નિરાશા માટે છે. આ જીત ટીમ માટે રમવા  પીચ પર થયેલા તમામ પ્રયાસો માટે છે. જ્યાં સુધી  આઈપીએલની ટ્રોફીનો સવાલ છે – તમે મારા મિત્રને ઉઠાવવા અને ઉજવણી કરવા માટે 18 વર્ષ સુધી રાહ જોવડાવી છે. પરંતુ આ રાહ યાદગાર રહી છે.

RCBએ પહેલો આઈપીએલ ખિતાબ જીત્યો

RCBની ટીમે આઈપીએલનો પહેલો ખિતાબ જીત્યો છે. તે અગાઉ ત્રણ વખત 2009, 2011 અને 2016માં આઈપીએલ ફાઈનલ સુધી પહોંચી હતી. પરંતુ ત્રણેય વખત તેને નિરાશા મળી હતી. કિંગ કોહલી 2008થી ફ્રેન્ચાઈઝી માટે દરેક સીઝન રમ્યો છે. આઈપીએલ 2025ની ફાઈનલ મેચના છેલ્લા બોલ પર વિકેટ લીધા બાદ તે ભાવુક જોવા મળ્યો હતો. તેની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતાં. RCBની જીત બાદ તે ભાવુક થઈ નીચે બેસી ગયો હતો.

 

 

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!