IPL 2025 માં RCB ચેમ્પિયન બન્યું છે. આખરે, અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 17 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો. ફાઇનલ મેચમાં RCB એ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને ટાઇટલ પર કબજો કર્યો. પહેલા બેટિંગ કરતાં બેંગ્લોરની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર 190 રન બનાવ્યા. જવાબમાં, પંજાબ કિંગ્સ 7 વિકેટ ગુમાવીને ફક્ત 184 રન જ બનાવી શકી. ફાઇનલમાં ગુજરાતની ધૂરંધર કૃણાલ પંડ્યા RCB ની જીતનો હીરો રહ્યો હતો. કૃણાલે તેના ચાર રનના સ્પેલમાં રમત સંપૂર્ણપણે બદલી નાખી. મેચ પછી વિરાટ કોહલીએ પોતે કૃણાલની પ્રશંસા કરી.
RCB ની જીતનો હીરો
કૃણાલ પંડ્યા ફાઇનલ મેચમાં RCB માટે વરદાન સાબિત થયો. 8.2 ઓવર પછી, પંજાબ કિંગ્સે 191 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે સ્કોરબોર્ડ પર 72 રન બનાવી લીધા હતા. RCB મેચમાં ત્યારે પાછળ રહી ગઈ હતી. આવી સ્થિતિમાં કૃણાલે ચમત્કારી સ્પેલથી આખી મેચ પલટી નાખી. કૃણાલે પ્રભસિમરન સિંહને આઉટ કર્યો. ત્યારપછી, તેણે જોશ ઇંગ્લિશને આઉટ કર્યો જે પહેલાથી જ ક્રીઝ પર સેટ હતો અને 23 બોલમાં 39 રન બનાવીને તબાહી મચાવી રહ્યો હતો. આ સાથે કૃણાલે ખૂબ જ ઓછા રન આપી શ્રેષ્ઠ બોલિંગ પરફોર્મન્સ કર્યું હતું. તેના ચાર ઓવરના સ્પેલમાં, કૃણાલે ફક્ત 17 રન આપ્યા અને પંજાબના બેટ્સમેનોને હાથ ખોલવાની કોઈ તક આપી નહીં. અન્ય બોલરોને પણ કૃણાલે બનાવેલા દબાણનો ફાયદો થયો.
કૃણાલે ઇતિહાસ રચ્યો
કૃણાલ પંડ્યાએ આ સાથે IPLમાં ઇતિહાસ રચી દીધો છે. કૃણાલ ઇન્ડિયન પ્રીમિયર લીગની બે ફાઇનલમાં મેન ઓફ ધ મેચ તરીકે પસંદ થનાર પ્રથમ ખેલાડી બન્યો છે. કૃણાલ પહેલાં કોઈ ખેલાડી આ સિદ્ધિ મેળવી શક્યો નથી. RCB ચેમ્પિયન બન્યા પછી, કિંગ કોહલીએ પણ કૃણાલની જોરદાર પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ફિંગર સ્પિનર તરીકે કૃણાલનો આ સ્પેલ હંમેશા યાદ રહેશે. કોહલીએ કહ્યું કે કૃણાલે બેટ્સમેનોને વિચારવા માટે મજબૂર કર્યા. સોશિયલ મીડિયા પર પણ કૃણાલની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is