મુંબઈ : પ્રભાસની લાંબા સમયથી અટકી પડેલી ફિલ્મ ‘રાજા સાબ’ હવે આગામી ડિસેમ્બરમાં રીલિઝ કરવાનો નિર્ણય લેવાયો છે. ડિસેમ્બરમાં આ ફિલ્મ શાહિદ કપૂરની વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ફિલ્મ સાથે ટકરાશે.
‘રાજા સાબ’ હોરર કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ લાંબા સમયથી તૈયાર છે. મૂળ ગત એપ્રિલમાં તે રીલિઝ થવાની હતી. જોકે, હવે નિર્માતાઓએ જાહેર કર્યા અનુસાર તે આગામી પાંચમી ડિસેમ્બરે રીલિઝ થશે. ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત માલવિકા મોહનન તથા નિધિ અગ્રવાલ સહિતના કલાકારો છે.
‘રાજા સાબ’ તેલુગુ ઉપરાંત હિંદીમાં પણ રીલિઝ થવાની છે. જોકે, આ જ દિવસે શાહિદ કપૂરની વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત ફિલ્મ પણ રીલિઝ થવાની હોવાથી બંને ફિલ્મની તકો પર અસર થશે. આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે તૃપ્તિ ડિમરી પણ સહકલાકાર છે. આ ફિલ્મને શરુઆતમાં બજેટના કેટલાક ઈશ્યૂ નડયા હતા. ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં પણ વિલંબ થયો હતો. ફિલ્મનું કેટલુંક વીએફએક્સ કામ નવેસરથી કરાવવું પડયું હતું. આ તમામ કારણોસર ફિલ્મની રીલિઝ ઠેલાઈ ગઈ હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is