best news portal development company in india

અંકલેશ્વર શારદા ભવન ખાતે ભરત નાટ્યમ આરંગેત્રમનો કાર્યક્રમ યોજાતા ત્રણ દીકરીઓએ આરંગેત્રમ કર્યું

SHARE:

અંકલેશ્વર,
અંકલેશ્વર શહેરમાં આવેલ શારદા ભવન ખાતે ટાઉનહોલ ખાતે ઝીલ નૃત્ય નીકેતન દ્વારા ત્રણ દીકરીઓ ધાર્મિ, પરિધિ અને સ્વરાનું ભરત નાટ્યમ આરંગેત્રમ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરત નાટ્યમ નૃત્યના સાત વર્ષના અભ્યાસ અને ટ્રેનિંગ પછી સ્ટેજ પ્રવેશની તબક્કો આરોગ્યત્રમાં આવે છે.આજે ધાર્મિ, પરિધિ અને સ્વરા એ ભરત નાટ્યમ આરંગેત્રમ માં પોતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.તેમના પ્રદર્શનથી દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા.સાત વર્ષની નાની ઉંમરે ભરતનાટ્યમ શીખવાની શરૂઆત કરીને સાત વર્ષના નિરંતર અભ્યાસ પછી તેમાં ફરી પૂર્ણતા મેળવ્યા બાદ આરંગેત્રમ પ્રસ્તુત કર્યું છે.ધાર્મિના પિતા શૈલેષ અમીપરા અને માતા જયશ્રી અમીપરા, પરિધિના પિતા કપિલ લાડ અને માતા પ્રજ્ઞા લાડ, સ્વરાના પિતા હરેશભાઈ લીમ્બાચીયા અને માતા પ્રીતિબેન લીંબાચીયાનો તેમને પ્રોત્સાહિત કરવામાં અને સતત ઉત્સાહ બનાવી રાખવામાં અગત્યનો ફાળો છે.ઝીલ નૃત્ય નિકેતનના કલાકારો કલ્પનાબેન જૈન દ્વારા તેમને સતત પ્રોત્સાહન અને ટ્રેનિંગ આપીને પ્રોત્સાહિત કરાયા હતા, કલ્પનાબેન સતત ચાલીસ વર્ષથી આ સંસ્થામાં ભરત નાટ્યમ ક્ષેત્રે કાર્યરત છે.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત હાઈ કોર્ટ અમદાવાદના એડવોકેટ સૌરભ મહેતા, યુપીએલ યુનિવર્સિટીના વટારિયાના પ્રોમોસ્ટ શ્રીકાંત વાઘ તેમજ શ્રીવાસન વિદ્યામંદિર ગાંધીનગરના કલા પ્રેમી શિક્ષિકા કિન્નરીબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા.ભારતની પૌરાણિક અને આધ્યાત્મિક સંસ્કૃતિના ભરત નાટ્યમ નૃત્ય આજની પેઢી એટલું સરળ રીતે કરી શકે અને તે અમૂલ્ય વારસાને આગળ વધારે તે જોઈ પ્રેક્ષકો ખરેખર ગદગદ થઈ ગયા હતા.આવનાર પેઢી તેને વધારે મજબૂત રીતે લોક ભાગ્ય બનાવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!