(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાંદરડા ગામની સીમમાં થયેલ કેબલ ચોરીના ગુના હેઠળ એક વર્ષથી નાસતોફરતો આરોપીને બોડેલી પોલીસે ઝડપી લીધો હતો. જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ દરમ્યાન બોડેલી પોલીસની ટીમને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે બોડેલી પોલીસ મથક વિસ્તારના વાંદરડા ગામની સીમમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં સંડોવાયેલ અને આ ગુના હેઠળ છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી રાજુભાઈ દીપસીંગભાઈ નાયક રહે.વાંદરડા તા.બોડેલી જિ.છોટાઉદેપુરનાને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સદર આરોપી રાજુભાઈ દીપસીંગભાઈ નાયક વિરુધ્ધ બોડેલી પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ હતો. સદર કામગીરી બોડેલી પીઆઇ બી.એસ. ચૌહાણ અને ટીમ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is