best news portal development company in india

એનડીપીએસનાં ગુનામાં ભરૂચના મકતમપુરની મહિલા આરોપીનો નિર્દોષ છુટકારો

SHARE:

– રેઈડ અને મુદ્દામાલ શીલ કરવાની પ્રકિયામાં ખામી હોવાનું કોર્ટનું તારણ
– એન્ટ્રી પોઈન્ટથી લઈ આખરી દલીલ સુધી દરેક તથ્યની છણાવટ કરી ન્યાયાલય સમક્ષ કેસની સત્યતા સામે લાવ્યા એડવોકેટ
– આરોપી તરફે યુવા એડવોકેટ મુહમ્મદ કાસિમ વોરાની તર્કસભર દલીલો મહત્વપૂર્ણ સાબિત થઈ
– છઠ્ઠા એડિશનલ જ્યુડિશિલયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ન્યાયમૂર્તિ બી આર લખવાણીએ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરની કલમ ૨૪૮(૧) હેઠળ હુકમ કર્યો
ભરૂચ,
ભરૂચ જીલ્લામાં નોંધાયેલા એક ગંભીર એનડીપીએસ (માદક દ્રવ્ય) કેસમાં આરોપી સમીમબાનુ અલ્તાફહુશેન શેખનો નિર્દોષ છુટકારો થયો છે.આરોપી તરફે યુવા એડવોકેટ મુહમ્મદ કાસિમ વોરાની તર્કસભર દલીલો મહત્વપૂર્ણ સાબિત થઈ છે.
ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૦ માં.મકતમપુરની મહિલા વિરુધ્ધ એનડીપીએસ નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કેસમાં આરોપી વિરૂદ્ધ એનડીપીએસ અધિનિયમની કલમ ૮(સી) અને ૨૦ [બી{II(A)}] હેઠળ ગંભીર આરોપ મૂકવામાં આવેલો હતો.પોલીસના દાવા મુજબ આરોપી મહિલા પોતાના ઘરમાં ગાંજો રાખીને વેચાણ કરતી હતી.પરંતુ સાક્ષીદારોના ઘનિષ્ઠ ઉલટાપલટા, નિયમવિરોધી તપાસ પ્રક્રીયા તથા ગેરકાયદેસર કાર્યવાહી અંગે મુહમ્મદ કાસિમ વોરાએ એન્ટ્રી પોઈન્ટથી લઈ આખરી દલીલ સુધી દરેક તથ્યની છણાવટ કરી ન્યાયાલય સમક્ષ કેસની સત્યતા સામે લાવ્યા હતા.બધી કાનૂની ખામીઓની રજૂઆત અને તપાસની સૂક્ષ્મ વિસંગતતાઓને આધારે ધારાશાસ્ત્રી મુહમ્મદ કાસિમ વોરાએ ન્યાયાલય સમક્ષ ભારપૂર્વક દલીલ કરી કે આરોપી વિરૂદ્ધ પૂરતું આધારભૂત અને વિશ્વસનીય પુરાવા ન હોવાનું પુરવાર કર્યુ હતું.
અંતે છઠ્ઠા એડિશનલ જ્યુડિશિલયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ન્યાયમૂર્તિ બી આર લખવાણીએ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરની કલમ ૨૪૮(૧) હેઠળ નોંધ્યું કે તપાસના મુખ્ય તત્ત્વો કાયદેસર રીતે પુરવાર થયા નથી અને અનુરૂપ રીતે મહિલા આરોપીને નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!