best news portal development company in india

“અમૃત મિત્ર” યોજના હેઠળ NULMના સખી મંડળોની બહેનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

SHARE:

– ગેલાની તળાવ નજીક આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ૨૦૦ જેટલા વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરી આગામી બે વર્ષ સુધી તેની માવજત કરશે : સરકાર દ્વારા ભથ્થું પણ અપાશે
ભરૂચ,
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ભરૂચ નગરપાલિકા દ્વારા “અમૃત મિત્ર” યોજના હેઠળ સખી મંડળોની બહેનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જેની બે વર્ષ સુધી માવજત કરી તેને ઉછેરશે જેના માટે સરકાર તરફથી તેઓને ભથ્થુ પણ આપવામાં આવનાર છે.
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ભરૂચ નગરપાલિકા દ્વારા “અમૃત મિત્ર” યોજના શરૂ કરવામાં આવી હતી.આ અભિયાન હેઠળ પ સખી મંડળોની ૧૫ બહેનોના હસ્તે શહેરના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) પાસે વૃક્ષારોપણ કરી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ યોજનાની વિશેષતા એ છે કે આ બહેનો આગામી બે વર્ષ સુધી રોપાયેલા વૃક્ષોની જાળવણી અને ઉછેર માટે જવાબદાર રહેશે.આ રીતે પર્યાવરણ સંરક્ષણ સાથે મહિલાઓની સક્રિય ભાગીદારી અને સશક્તિકરણ તરફ દ્રષ્ટિ નાખવામાં આવી છે.
ભારત સરકારના “એક પેડ મા કે નામ” અભિયાનથી પ્રેરિત થઈ ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે “AMRUT મિત્ર” પહેલ શરૂ કરી છે, જે AMRUT 2.0 અને DAY-NULM કાર્યક્રમના સહયોગથી અમલમાં મૂકાઈ છે.”વૃક્ષો માટે મહિલાઓ” શીર્ષક હેઠળ ચાલતી ઝુંબેશમાં મહિલાઓ માત્ર વૃક્ષારોપણ સુધી મર્યાદિત નહિ રહે, પરંતુ વૃક્ષોની દેખરેખ, ઉછેર અને ટકાઉ વાવેતર માટે પણ કટિબદ્ધ રહેશે. હાલમાં જય માતાજી, સિદ્ધિ વિનાયક, સારથી, શિવ અને ત્રંબકેશ્વર નામની પાંચ સખી મંડળ માંથી ત્રણ-ત્રણ બહેનોની પસંદગી કરાઈ છે.
આ બહેનોના હસ્તે આજે ૨૦૦ જેટલા વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરાયું. આગામી તબક્કામાં આ વૃક્ષોનું સર્વાઈવલ મોનિટરિંગ હાથ ધરાશે.આ ઝુંબેશ ન માત્ર પર્યાવરણ માટે,પણ મહિલાઓના સશક્તિકરણ અને ટકાઉ વિકાસ તરફ એક મજબૂત પગથિયું સાબિત થવાની આશા છે.બહેનોને તેમની મહેનતનું યોગ્ય ભથ્થું પણ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ,ઉપપ્રમુખ અક્ષય પટેલ, સેક્રેટરી કલ્પના ઉપાધ્યાય, વોટર વર્ક્સના એન્જિનિયર વિશ્વજીત રાઠોડ,વિપક્ષી દંડક હેમેન્દ્ર કોઠીવાલા,NULM ના મેનેજર ચૈતાલી વાઘેલા સહિત અગ્રણીઓ અને સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!