best news portal development company in india

નર્મદામા દીપડાના વધતા જતા હુમલા બાદ વન વિભાગની ટીમ એક્શનમાં

SHARE:

– માનવભક્ષી દીપડાને પકડવા માટે કેવડિયાના જંગલ સફારી અને બનાસકાંઠાથી વિશેષ ટીમ બોલાવાઈ : સાંસદ મનસુખ વસાવા એ પણ ચિંતા વ્યક્ત કરી
– હું વનવિભાગ જોડે મિટિંગ કરી વહેલી તકે એક રેસ્ક્યુ સેન્ટર નર્મદા માં બનાવવા આવે એવી રજુઆત કરશે
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સાગબારા તાલુકાના કોલવાણમાં માનભક્ષી બનેલાં દિપડાએ 9 વર્ષીય બાળકીને મોતને ઘાટ ઉતારી છે.જયારે બીજી એક મહિલા પર હૂમલો કર્યો છે. આ બે ઘટના બાદ કોલવાણ તથા આસપાસના લોકોમાં દહેશત છે.માનવભક્ષી દીપડા છે પકડવા માટે કેવડિયાના જંગલ સફારી અને બનાસકાંઠાથી વિશેષ ટીમ બોલાવવામાં આવી છે.આ ટીમ દિપડાની અવરજવર, ફૂટ પ્રિન્ટ અને મળ મૂત્રના આધારે તેનું પગેરૂ મેળવવામાં સક્ષમ છે.ટીમ ટ્રકન્વીલાઈઝર ગન સહિતના આધુનિક હથિયારો અને નાઈટ વિઝન કેમેરાથી સજજ છે.આ ટીમ સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળી કોલવાણ તથા આસપાસના વિસ્તારમાં કેમેરાઓ લગાવી રહી છે. નર્મદા જિલ્લો 43 ટકા વન વિસ્તાર ધરાવે છે અને તેમાં દિપડા દિપડાને ઝડપી પાડવા માટે કવાયત ચાલી રહી છે.
જંગલ વિસ્તારમાં રહેતાં દિપડાઓ ખોરાકની શોધમાં ગામડાઓ સુધી આવી રહયાં છે. દિપડાઓ સામાન્ય રીતે સાંજના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં મુવમેન્ટ કરતાં હોય છે.એક રાતમાં દિપડો 50 કિમીનું અંતર કાપતો હોય છે. તેની મુવમેન્ટ પર નજર રાખવા કેમેરા લગાડવામાં આવ્યાં છે. આ ઉપરાંત ૩ કિમીના વિસ્તારમાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે.જંગલ વિસ્તાર સહિતના વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે.દિપડાઓની સંખ્યા વધી રહી હોવાથી તેઓ ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ આવી રહ્યાં છે.બીજી બાજુ સાંસદ મનસુખ વસાવા એ પણ ચિંતા વ્યક્ત કરી કે આ દીપડા ના હુમલાઓ વધતા રહે છે જેને માટે હું વનવિભાગ જોડે મિટિંગ કરી આવનારા દિવસો માં વહેલી તકે એક રેસ્ક્યુ સેન્ટર નર્મદા માં બનાવવા આવે અને જે દીપડા પકડાય જેને આ રેસ્કયુ સેન્ટર માં રાખવામાં આવે સાથે જે હાલ દીપડા કે અન્ય પ્રાણીઓ જગલ ઓછા થતા રહેણાક વિસ્તાર માં આવી જાય છે એ જંગલ ઓછું થતું જાય છે એનું કારણ છે.સાગબારામાં બનેલી ઘટના બાદ હજી માનવભક્ષી દિપડો હાથમાં આવ્યો નથી. તેને ઝડપી પાડવા માટે વિવિધ સ્થળોએ પાંજરા પણ ગોઠવવામાં આવ્યાં છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!