best news portal development company in india

નકલી વ્યંઢળો ની દાદાગીરીનો ભોગ ઝઘડીયા એસટી બસના કંડકટર તથા મુસાફરો બન્યા

SHARE:

– ભાવનગરથી સુરત જતી ઝઘડિયા ડેપોની બસમાં કામરેજ ટોલ ટેક્સ પાસે નકલી વ્યંઢળો રૂપિયા માંગવા જબરજસ્તીથી ઘૂસી ગયા
– બસમાં કંડકટર સાથે મારામારી કરી મુસાફરો સાથે બેહુદુ વર્તન કર્યું : કામરેજ પોલીસમાં ફરિયાદની કાર્યવાહી
(જયશીલ પટેલ,ઝઘડિયા)
રેલ્વે ટ્રેનમાં અને ટોલટેક્સ પ્લાઝા પર અવારનવાર નકલી વ્યંઢળો ગેરકાયદેસર રીતે ટોલટેક્સ પાસે વાહનોને અવરોધી રૂપિયા માંગતા જોવા મળતા હોય છે.ઘણા વાહન ચાલકો સાથે આવા નકલી વ્યંઢળો દાદાગીરી કરતા પણ નજરે પડતા હોય છે.
ત્યારે ઝઘડિયા ડેપોની ઝઘડિયાથી સુરત અને સુરત થી ભાવનગર અને ત્યાંથી પરત સુરત આવતી બસના કંડકટર તથા મુસાફરો સાથે પણ આ નકલી પુરુષ વ્યંઢળો સાથેનો કડવો અનુભવ જોવા મળ્યો છે.ઝઘડિયા એસટી ડેપો ની જીજે ૧૮ ઝેડ ૮૧૮૦ બસ ગુરૂવારે ભાવનગર થી સુરત જવા નીકળી હતી.જેમાં કંડકટર તરીકે ઝઘડિયાના ધર્મેન્દ્રભાઈ ભુપેન્દ્રભાઈ લીમ્બચીયા ફરજ પર હતા.ગુરુવારે આશરે અઢી વાગ્યાના અરસામાં ભાવનગર થી સુરત તરફ આવતી આ એસટી બસ ટોલટેક્સ ખાતે થી પસાર થઈ રહી હતી તે સમયે કેટલાક નકલી વ્યંઢળો જબરજસ્તીથી બસના દરવાજાનું સેફ્ટી લોક ખોલીને અંદર ઘૂસી ગયા હતા.ત્યારે કંડકટર ધર્મેન્દ્રભાઈએ તેમને અંદર ઘૂસવાની ના પાડી અને જણાવ્યું કે તમારે જે કંઈક કરવું હોય તે બહારથી કરો અને બસના અંદર ના ઘુસો તેમ છતાં તેઓ જબરજસ્તીથી બસની અંદર ચઢી ગયા હતા અને કંડકટર સાથે ગમે તેવી ગાળો બોલી તેની સાથે મારામારી કરી હતી.આશરે ત્રણેક જેટલા નકલી વ્યંઢળો બસમાં ચઢી ગયા બાદ તે પૈકીના એક વ્યંઢળે એસટી બસમાં સવાર મુસાફરો સાથે જેમ જેમ બોલી તેણે પહેરેલ કપડા ઉંચા કરીને બેહુદુ વર્તન કર્યું હતું.ત્યાર બાદ આ નકલી વ્યંઢળોએ કંડકટર સાથે વધુ મગજમારી કરતા એસટી કંડકટર ધર્મેન્દ્રભાઈએ ૧૦૦ નંબર પર ફરિયાદ કરતા સ્થાનિક પોલીસ ત્યાં આવી ગયા હતા.તે દરમ્યાન એસટી બસના કંડકટર અને તેના પેસેન્જર સાથે બેહુદુ વર્તન કરનાર વ્યંઢળો ત્યાંથી પલાયન થઈ ગયા હતા.જ્યારે આવેલ પોલીસ કર્મચારીઓ કંડકટર ધર્મેન્દ્રભાઈને કામરેજ ગ્રામ્ય પોલીસ મથકે લઈ ગયા હતા.એસટી બસના કંડકટર ધર્મેન્દ્રભાઈ ભુપેન્દ્રભાઈ લીમ્બચીયા એ આવેલા અજાણ્યા ત્રણ નકલી વ્યંઢળો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કામરેજ ગ્રામ્ય પોલીસ મથકમાં અરજી આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટોલટેક્સ ઉપર નકલી વ્યંઢળો જબરજસ્તીથી એસટી બસોમાં ઘૂસી જાય છે અને મુસાફરોને હેરાનગતિ કરે છે ત્યારે મુસાફરો ડ્રાઇવર કંડકટર વિરુદ્ધ એસ.ટી વિભાગમાં ફરિયાદ કરે છે ત્યારે એસટી વિભાગ કંડકટરને ઠપકો આપી કાયદેસરની કાર્યવાહી કરે છે.જ્યારે આવા જાગૃત કંડક્ટરો નકલી વ્યંઢળો સામે ફરિયાદ કરે છે ત્યારે એસટી વિભાગના અધિકારીઓ ફરિયાદ કરનાર એસટીના કર્મચારીઓને સાથ સહકાર આપવાના સ્થાને ઉલટા તેમના પર બળાપો કાઢે છે જે કેટલા અંશે વ્યાજબી છે !

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!