best news portal development company in india

અંકલેશ્વરના જીતાલી ગામેથી ૨ કિલો ગાંજો,૨૬ લાખ રોકડા,૨૯ તોલા સોના સાથે બે મહિલાઓને એસઓજીએ ઝડપી પાડી

SHARE:

[IT_EPOLL id=”1″][/IT_EPOLL]- જીતાલી ગામે આલીશાન સિટીમાં નશીલા પ્રદાર્થનો થતો હતો કારોબાર : ગાંજો વેચી કમાયેલી લાખોની રોકડ અને સોના ચાંદીના દાગીના જપ્ત

– બન્ને મહિલાઓના આરોપી પતિઓને કરાયા વોન્ટેડ જાહેર

ભરૂચ,

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે આલીશાન સિટીમાં છાપો મારી ઘરમાં બે દંપતીઓ દ્વારા ચાલવાતા નશીલા પ્રદાર્થ ગાંજાના કારોબારનો પર્દાફાશ કર્યો છે.

ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા NO DRUGS IN BHARUCH CAMPAIGN અંતર્ગત જીલ્લાના તમામ અધિકારીઓને ડ્રગ્સની બદીને નાબૂદ કરવા સુચના આપી હતી.સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ PI એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ SOGની ટીમો બનાવી No Drugs Campaign હેઠળ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી.

SOG PI ને મળેલી ચોક્કસ બાતમી આધારે ટીમ દ્રારા અંકલેશ્વરના જીતાલી ગામે આલીશાન સિટીના મકાનમાં રેઇડ કરાઈ હતી. દરોડામાં સુમન સુભાષ યાદવ અને સંજુદેવી કુંદન રાય પોતાના મકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ૨ કિલો ૨૨૧ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.ગાંજાના જથ્થા સાથે મુકેલા રોકડા ૨૬ લાખ ૧૭ હજાર પણ મળી આવ્યા હતા. દરોડામાં ગાંજો વેચી કમાણીમાંથી વસાવેલા સોનાના ૨૯.૬ તોલા અને ચાંદીના ૧૬.૬૭૦  ગ્રામ દાગીના પણ મળતા જપ્ત કરાયા હતા.

મૂળ બિહારના બે આરોપી દંપતીઓએ લાખોની રોકડ અને દાગીના નાર્કોટીકસના ધંધામાથી કમાયેલ હોવાનુ પ્રાથમિક પુછપરછમાં બહાર આવ્યું હતું. SOG એ ગાંજો, દાગીના અને રોકડા મળી કુલ રૂપિયા ૫૪.૩૫ લાખનો મુદામાલ કબ્જે લીધો હતો.બન્ને મહિલા આરોપીની ધરપકડ કરી તેઓના પતિ સુભાષ શીવચંદ્ર યાદવ અને કુંદન મદન રાયને વોન્ટેડ જાહેર કર્યા હતા. આરોપી સુભાષ સામે અગાઉ NDPS, જુગાર અને શરીર સંબંધી ૬ ગુના નોંધાયેલા છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!