– દધેડા ગામની સાડા પાંચ એકર જમીનમાં ૨૧ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા જીઆઈડીસીની આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ૨૧ હજારથી વધુ વૃક્ષોનું ગાઢ જંગલ બનાવવાના હેતુથી અંકલેશ્વર જીપીસીબીના આર.ઓ.વી.ડી. રાખોલીયાના હસ્તે વૃક્ષારોપણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ ની અર્થપૂર્ણ ઉજવણી ના ભાગ રૂપે આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ૦૬ જૂન ૨૦૨૫ ના રોજ ઝઘડીયા ખાતે ૨૧ હજાર વૃક્ષો નું ગાઢ જંગલ રૂપ વૃક્ષારોપણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય અતિથિ તરીકે અંકલેશ્વર જીપીસીબીના રીજિયનલ ઑફિસર વી.ડી.રાખોલિયાએ રીબીન કાપી આ પહેલની શુભ શરૂઆત કરી હતી.તદુપરાંત આરતી ઇન્ડસ્ટ્રીઝ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.દેશની અગ્રણી કેમિકલ મેન્યુફેક્ચર ગણાતી અને ઝઘડીયા જીઆઈડીસી ખાતે કાર્યરત આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા ઝઘડીયા ખાતે દધેડા ગામ ના રેવન્યુ સર્વે નંબર ૧૨૩ અને ૧૦૯, ખાતે આ ‘અલ્ટ્રા ડેન્સ ફોરેસ્ટેશન’ એટલે કે ‘ગાઢ જંગલ’ સ્વરૂપ વૃક્ષારોપણની પહેલ કંપનીના પર્યાવરણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. સાડા પાંચ (૫.૫) એકર જેટલા વિસ્તાર માં ફેલાયેલ આ વૃક્ષારોપણ માં જુદી જુદી જાત ના ૨૧ હજાર જેટલા વૃક્ષોનું રોપાણ અને જતન કરવામાં આવશે, જે થોડા વર્ષો માં જીઆઇડીસી ની વચ્ચોવચ જંગલ સમાન વાતાવરણ ઉભુ કરે એવી ભાવના થી સમાજ ને સોંપવામાં આવ્યું છે, પર્યાવરણીય પુનર્જીવન માટે આ નોંધપાત્ર પહેલ સ્વાવલંબી જંગલ ઉભુ કરી જૈવ વિવિધતામાં વધારો કરે, હવાની ગુણવત્તા સુધારે અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યમાં ફાળો આપે એવા વિશ્વાસ સાથે આરતી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is