best news portal development company in india

રાજ્યભરમાં ગુંજતું થયેલું દાહોદ નું મનરેગા કૌભાંડ વાયા ભરૂચથી ઝઘડિયા સુધી પહોંચી શકે છે!

SHARE:

– ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું મનરેગા યોજના હેઠળનું બાંધકામ છેલ્લા ત્રણ વર્ષથી અધૂરૂ પડ્યું છે

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા તાલુકા ભરમાં મનરેગા યોજના હેઠળ વિવિધ કામો જેવા કે પંચાયત કચેરીનું બાંધકામ,સી.સી.રોડ, મેટલિંગ, વરસાદી કાંસ નું કામ વિગેરે કરવામાં આવે છે.જેનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે સ્થાનિકોને રોજગારી મળી રહે પરંતુ જે પ્રમાણે દાહોદ અને ભરૂચમાં મનરેગા યોજના ના કામોમાં જે ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે તે જોતા એમ લાગે છે કે મનરેગા યોજનાનો ભ્રષ્ટાચાર દાહોદ ભરૂચ થઈ વાયા ઝઘડિયા પણ આવી શકે છે! ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ મનરેગા યોજના હેઠળ લગભગ ૨૦૨૨ દરમ્યાન તાલુકા પંચાયત દ્વારા જે તે માન્ય સરકારી કોન્ટ્રાક્ટરને કામ સોંપી શરૂ કરાવવામાં આવ્યું હતું.શરૂઆતના કામ શરૂ થયા ના બે વર્ષ દરમ્યાન ફક્ત સાત ફૂટ (લીંગટલ લેવલ) જેટલું જ કચેરીનું બાંધકામ થયું હતું અને ગોકળ ગાયની ગતિ ચાલતું કામ બંધ થઈ ગયું હતું.ત્યાર બાદ સ્થાનિકોની રજૂઆતના પગલે ફરીથી ગત વર્ષે આ અધૂરૂ પડેલું કામ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું.ફરીથી શરૂ થયેલું કામ અધુરૂ મુકી ફરીથી બંધ કરવામાં આવ્યું હતું અને આજની પરિસ્થિતિ એ કામ પણ અધૂરૂ જ પડેલું છે.વર્ષ ૨૦૨૨ માં જે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું તે કોન્ટ્રાક્ટર હાલમાં આ કામ અધૂરૂ મૂકીને ક્યાં પલાયન થઈ ગયો છે તે ઝઘડિયા તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓને પણ ખબર નથી? સરકાર માન્ય કોન્ટ્રાક્ટરો જ સરકારી કામોમાં આવી લાલિયાવાડી ચલાવી રહ્યા છે.ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાનમાં ગ્રામ પંચાયત કચેરીનું કામ તેની સમય મર્યાદામાં પૂર્ણ નહીં કરવામાં આવતા તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાય આવે છે.છેલ્લા ત્રણ વર્ષથી રાણીપુરા ગ્રામ પંચાયતના તલાટી સરપંચ અને સભ્યો કચેરી વગર એક નાની રૂમમાં પોતાનું કામકાજ ચલાવી રહ્યા છે.પંચાયત દ્વારા યોજવામાં આવતી માસિક મીટીંગો દરમ્યાન તલાટી સરપંચ ઉપ સરપંચ અને સભ્યોને બેસવાની પણ અગવડ પડે છે.ઉપરાંત પોતાના કામ અર્થે આવતા ગ્રામજનોને પણ અવ્યવસ્થાનો ભોગ બનવું પડે છે.જેથી રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું મનરેગા યોજના હેઠળનું જે કામ અટકી પડ્યું છે તેની તપાસ થાય તો દાહોદ અને ભરૂચ જેવી મનરેગા યોજનાની ગોબાચારી સામે આવી શકે તેમ છે!

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!