best news portal development company in india

સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના ૧૧ વર્ષ અંતર્ગત જંબુસર બીજેપી દ્વારા કાર્યશાળા યોજાઈ

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના ૧૧ વર્ષ કાર્યક્રમ અંતર્ગત જંબુસર એપીએમસી ખાતે જિલ્લા મહામંત્રી ફતેહસિંહજી ગોહિલ,મંત્રી પ્રતીક્ષાબેન પરમારની ઉપસ્થિતિમાં જંબુસર શહેર તાલુકાના હોદ્દેદારોની કાર્યશાળા યોજાય હતી.જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી, પ્રતાપભાઈ પરમાર, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિષાબેન શાહ,જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સંજયસિંહ સિંધા,ઈન્ચાર્જ કમલેશભાઈ પટેલ, મહામંત્રી કૃપાબેન દોશી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પ્રતાપભાઈ દ્વારા કરાયું ત્યાર બાદ પ્રતીક્ષાબેન પરમાર અને ફતેસિંહ ગોહિલ દ્વારા સંકલ્પ સિદ્ધિ અભિયાન રાષ્ટ્રીય સ્તરેથી બુથ સુધીના કાર્યક્રમો અંગે કાર્યશાળાની વાત રજૂ કરી,જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતૃત્વ સંભાળ્યું ત્યારથી સંકલ્પ લીધા હતા.૨૦૧૪ થી ૨૦૨૪ સુધી ૧૧ વર્ષ દરમ્યાન ગરીબ લક્ષી યોજનાઓ, દેશના વિકાસ કાર્યો કર્યા છે.તેમ કહી જનસંઘની સ્થાપના ની વાત કરી શ્યામાપ્રસાદ મુખર્જી,સ્થાપકોને યાદ કરી સાંસ્કૃતિક ધરોહર સાચવવા પ્રજાકીય યોજનાઓ સહિત વાત સમજાવી હતી.આ કાર્ય જનજજન સુધી પહોંચાડવા ઉપસ્થિતઓને જણાવ્યું હતું.ઓપરેશન સિંદૂરની વાત કરી અર્થવ્યવસ્થા સહિતની સિદ્ધિઓ વર્ણવી એક માસ સુધી ચાલનારા વિવિધ કાર્યક્રમોની વાત જણાવી જિલ્લા સ્તરે પ્રદર્શન,વ્યવસાયિક વ્યક્તિઓ માટે પ્રોફેશનલ મીટ તથા મંડળ સ્તરે વિકસિત ભારત સંકલ્પ અંગે સમજાવ્યું હતું.ભારત દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તો જન ભાગીદારી જરૂરી છે.સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે અંગે વાત કરી તથા સાહિત્ય બુથ લેવલના કાર્યકર્તાઓ સુધી પહોંચાડવા,ખાટલા બેઠક શક્તિ કેન્દ્ર પ્રમાણે કરવા તેમાં ૭૦ વર્ષના વૃદ્ધોને વયવંદના ફોર્મ ભરાવવા તથા જનતાના બાકી રહી ગયેલા કામો સમસ્યાઓનું સમાધાન કરવા જણાવ્યું હતું.આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કેવી રીતે ક્યાં કરવી,પર્યાવરણ દિવસ અંતર્ગત વૃક્ષારોપણ કરવું,વરસાદી પાણીને જમીનમાં ઉતારવું જેથી કરી જમીનમાં પાણી ઊંડે ઉતરી ગયા છે, તેનું સ્તર  ઊંચું આવી શકે, શ્યામા પ્રસાદ મુખરજીના સમર્પણ દિવસની ઉજવણી કરવી, મન કી બાત કાર્યક્રમ સરલ એપ તથા સોશિયલ મીડિયામાં મુકવા,૨૫ જૂન કટોકટી દિવસ મનાવવા,૬ જુલાઈ શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતીની ઉજવણી કરી એક માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરી જનજન સુધી સંકલ્પથી સિદ્ધિ રજૂ કરવી કાર્યકર્મને સફળ બનાવવા અપીલ કરી હતી. દરેક હોદ્દેદાર કાર્યકરોને જે જવાબદારી સોંપવામાં આવે તે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા જણાવ્યું હતું.આ સહિત આપણા પૂર્વજો,નેતાઓએ જે સંકલ્પો કર્યા હતા તે તમામ સંકલ્પો નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યા છે.છેલ્લા ૧૧ વર્ષમા સુશાસન મળ્યું અને તે તમામ કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવા કહ્યું સૌનો સાથ, સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ,સૌના પ્રયાસથી આગળ વધવા ઉપસ્થિતિ તો એ જણાવ્યું હતું.આભાર દર્શન કાલુભાઈ ગોહિલ દ્વારા કરાયું હતું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!