best news portal development company in india

ભરૂચના લીમડીચોક માંથી ૬ જુગારી ઝડપાયા : ૨૮ હજારનો મુદ્દામાલ જપ્ત તો ૪ ફરાર

SHARE:

ભરૂચ,

ભરૂચ શહેરના લીમડીચોક વિસ્તારમાં ક્રાઇમ બ્રાંચે જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી પાડ્યા છે.બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખેતરની બાવળીની ઝાડી માંથી આ જુગારીઓને પકડવામાં આવ્યા છે.

ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી રેડમાં રૂ. ૨૮,૭૧૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મુદ્દામાલમાં રૂ.૧૩,૭૦૦ રોકડા,જુગારના દાવ પરની રૂ.૫૦૧૦ રોકડ રકમ, બે મોબાઇલ ફોન અને પત્તાપાનાનો સમાવેશ થાય છે.પકડાયેલા આરોપીઓમાં રોહિત વસાવા, પુર્વેશ વસાવા, ધવલ પટેલ, અજય વસાવા, સુનીલ વાધરી અને સાજન દંતાણીનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ભરૂચના રહેવાસી છે.પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે અરૂણ દંતાણી,આર્યન દંતાણી, નવીન વસાવા અને તુષાર વસાવાને વોન્ટેડ જાહેર કરી ફરાર આરોપીઓની ધરપકડ માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

 

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!