– સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર ગામ આવેલું હોવા છતાં ઓછા રૂટ અને બસ સ્ટેન્ડના અભાવે એસટી ઉભી નહીં રહેતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડીયા તાલુકા માંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર હરીપુરા નામનું ગામ આવેલું છે.આ હરીપુરા ગામના મુખ્ય રોડ પરથી ઉચ્છબ, રૂપાણીયા, રાજપુરા ગામના લોકો રાજપારડી ઝઘડીયા અંકલેશ્વર ભરૂચ જેવામથકો પર અભ્યાસ અર્થે વેપાર ધંધા અર્થે જવા માટે આવતા હોય છે.હરીપુરા ગામ પાસે ગામનું બસ મથક નહીં હોય ઘણી વખત એસ.ટી બસના ચાલકો અહીં બસ ઊભી રાખતા નથી,જેથી ગ્રામજનો દ્વારા બસ સ્ટેન્ડ બનાવવાની ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સવારે રાજપીપલાથી આવતી બસ પેસેન્જરોથી ફુલ હોવાના કારણે ઉભી રહેતી નથી,વિદ્યાર્થીઓને ભરૂચ, અંકલેશ્વર ઝઘડિયા અને રાજપારડી અભ્યાસ માટે જવા માટે મુશ્કેલી પડે છે જેથી બીજી બસની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.હરીપુરા, ઉચ્છબના ગ્રામજનોએ જણાવ્યું હતું કે રાજપીપલાથી ભરૂચ માટે બસ તો આવે છે પણ બસમાં વધુ પેસેન્જર હોવાથી સીટો ખાલી હોતી નથી જેથી બસ ઊભી રાખવામાં આવતી નથી. જેના કારણે રોજ અપ ડાઉન કરતા હરીપુરા, રાજપરા, ઉચ્છબ અને રૂપાણીયા મળી ચાર ગામના વિદ્યાર્થીઓને મજબૂર થઈ ખાનગી વાહનમાં મુસાફરી કરવી પડે છે.જેથી વધુ એક બસ ઉમલ્લા, હરીપુરા, રાજપારડી, ઝઘડિયાથી ભરૂચના રૂટ પર ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી તેમજ હરીપુરા ગામ પાસે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ રોડ પર બસ સ્ટેન્ડ બનાવાની મૌખિક રજૂઆત કરી હતી.વધુમાં તેમણે ભરુચના સાંસદ મનસુખ વસાવાને જણાવ્યું હતું કે આગળ ચોમાસુ આવી રહ્યું છે જેથી નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને વરસાદ અને તડકાથી રાહત મળી શકે છે.ઉચ્છબ ગામના જાગૃત નાગરિકો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે કે વહેલી તકે હરીપુરા મેઈન રોડ પર બસ સ્ટેન્ડ બનાવવામાં આવે અને રાજપીપળા ભરૂચ રૂટ પર નવી બસ શરૂ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે.
– સરદાર પ્રતિમા ધોરીમાર્ગ વિસ્તૃતિકરણ બાદ બસ સ્ટેન્ડો બનાવાયા નથી
ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા અને સરદાર પ્રતિમા મને જોડતા ધોળીમાર્ગનું જ્યારે વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું ત્યારે તાલુકાના તમામ બસ સ્ટેન્ડો તોડી નાખવામાં આવ્યા હતા! જે જવાબદાર ઈજારાદાર દ્વારા બનાવવાના હતા પરંતુ વિસ્તૃતિકરણ સમયે તોડી પડાયેલા બસ સ્ટેન્ડો આજ દિન સુધી બનાવ્યા નથી, સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર ઝઘડિયા તાલુકામાં આજે પણ લગભગ બધા જ ગામોના બસ સ્ટેન્ડો જે ટોડી પડાયા હતા તે બન્યા નથી જેના કારણે વિદ્યાર્થીઓએ મુસાફરોએ ગરમીમાં તેમજ ચોમાસામાં ખુલામાં ઉભું રહેવુ પડે છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is