વડોદરા,
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા ૮ જૂન, ૨૦૨૫ ના રોજ “ખેલો ઈન્ડિયા – ફિટ ઈન્ડિયા” પહેલ હેઠળ એક સફળ સાયકલિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. “સન્ડે ઑન સાયકલ” ની થીમ પર આધારિત આ આયોજન સ્વાસ્થ્ય,ફિટનેસ અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થયું.
આ પ્રેરણાદાયક સાયકલિંગ રેલી ડીઆરએમ ઓફિસ, વડોદરા થી શરૂ થઈને આશરે ૨૦ કિમી સાયકલ યાત્રા પરત ડીઆરએમ ઓફિસ સુધી ઉત્સાહપૂર્વક સંપન્ન થઈ.આ પ્રસંગે વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રાજુ ભડકે, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, સ્કાઉટ એન્ડ ગાઈડ અને રેલવે કર્મચારીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ વિશેષ બનાવ્યો હતો.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રેલ્વે કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને આળસ, તણાવ, ચિંતા અને રોગોથી મુક્તિ અપાવીને સ્વસ્થ અને ફિટ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો હતો. આ આયોજન લોકોને દૈનિક જીવનમાં ફિટનેસ પ્રવૃત્તિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is