(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સામાન્ય રીતે વેકેશન એટલે બાળકોને ભણવાનું નહીં એની મઝા,રજામાં બાળકો ફરવા જતા હોય છે. બહારગામ જતા રહે છે. ત્યારે નર્મદાની બોરીદ્રા ગામની એક એવી પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણા છે જેમણે ક્યારેય વેકેશન ભોગવ્યું નથી અને વેકેશનમા શાળાના, ગામના બાળકોને બોલાવી દેશી રમતો રમાડે છે.આજના મોબાઈલ યુગ અને ડિજિટલ ગેમના જમાના માં વિસરાઈ ગયેલી અને જૂની પરંપરાગત રમતો અનિલભાઈ રમાડે છે.બાળકો હોંશે હોંશે આવી રમતો રમીને અનોખું વેકેશન મનાવે છે.
આ શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસ ની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી.પ્લાસ્ટિક મુક્ત ભારતના શપથ લીધા,વૃક્ષા રોપણ કરવામાં આવ્યું,પર્યાવરણનું સંરક્ષણ કરવા નો સંકલ્પ લેવામાં આવ્યો. જ્ઞાન સાથે ગમ્મત અને સ્વાસ્થ્ય પણ જળવાય એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
સમર વેકેશનમાં બોરીદ્રાના બાળકોને પરંપરાગત જૂની રમતો અને વિવિઘ પ્રવૃત્તિઓ કરાવી ને સર્વાંગી શિક્ષ્ણ આપતા બોરીદ્રાના મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણા જણાવે છે કે હાલ ઉનાળું વેકેશન હોઈ તેઓ કાળઝાળ ગરમીમાં બાગ બગીચો સુકાઈ ના જાય એ માટે અને વૃક્ષોની માવજત દરરોજ સવારે ઊઠીને શાળાએ જાઉ છું અને પ્રકૃતિ ની માવજત કરી રહ્યા છે.વૃક્ષોએ આપણા મિત્રો છે વૃક્ષ છે તો જીવન છે તે સૂત્ર ને સાર્થક કરવાના હેતુ થી બાગ બગીચો અને વૃક્ષો ની માવજત કરી રહ્યો છું.તેઓ પોતાની અનોખી અભિનય કલા દ્વારા સમાજને જોડાવાનું પણ કાર્ય કરે છે.વેકેશનમાં પણ બાળકોને પર્યાવરણનું શિક્ષણ કાર્ય પણ કરાવતા રહે છે.પ્રકૃતિની માવજત કરનાર અનિલભાઈ મકવાણાને તાજેતરમાં ગાંધીનગર મુકામે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.છેલ્લા ૨૯ વર્ષથી સ્વૈચ્છિક રીતે સમર વેકેશનમાં કેટલાક દિવસો દરમ્યાન શાળામાં અને ગામમાં જઈને પરંપરાગત જૂની રમતો રમાડે છે તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરાવી ને બોરીદ્રાના બાળકોને સર્વાંગી શિક્ષણ આપી રહ્યા છે.સમર વેકેશનમાં બાળકોના ઘર, ઘર ની પણ મુલાકાત લઈ ને શૈક્ષણિક માગૅદશૅન પણ આપે છે.રમતો રમાડે છે, બાળગીતો ગવડાવે છે, જુદી જુદી પ્રવૃત્તિઓ શીખવાડે છે.વિવિધ સ્પર્ધાઓની તૈયારી સમર વેકેશનમાં બાળકોને કરાવે છે.અનિલ મકવાણાના અથાગ મહેનતના કારણે બોરીદ્રાના બાળકો વિવિધ હરિફાઈમાં જિલ્લા, રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વ કક્ષાએ પણ ભાગ લઈ વિજેતા બન્યા છે. ખરેખર તેઓની વિશેષ કામગીરી ને બોરીદ્રાના ગ્રામજનોએ અને S.M.Cના સભ્યોએ ખૂબ પ્રશંસા કરી છે.વેકેશનમાં અનિલભાઈ ગીલ્લી દંડો, કોથળા દોડ,સતોડીયું, પકડદાવ,આટલે, એટલે પાણી ઘોગ્ગા રાની,આમલીપીપળી,ગદાયું, લખોટી,લંગડી અને સંતા કૂકડી જેવી રમતો રમાડી રહ્યા છે.અનિલભાઈની વેકેશનની આ ઉમદા પ્રવૃત્તિ અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ બન્યા છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is