best news portal development company in india

ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ સેન્ટ ગોબીન કંપનીમાં કામદારનું મોત

SHARE:

– ગ્લાસની સ્લાઈડનો મોટો જથ્થો ટ્રકમાં લોડીંગ દરમ્યાન કામદાર પણ પડતા તે ગંભીર રીતે ગવાયો હતો
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ કંપનીઓમાં અવારનવાર સુરક્ષાના અભાવના કારણે તથા કંપની સંચાલકોની બેદરકારીના કારણે નાના-મોટા અકસ્માતો થવાની ઘટનાઓ બનતી રહે છેmજે ઘટનાઓ ઘણીવાર જીવલેણ પણ સાબિત થાય છે.
ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ સેન્ટ ગોબીન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ જે ગ્લાસનુ ઉત્પાદન કરે છે.આ કંપનીમાં ઝઘડિયા તાલુકાના આંબોસ ગામનો આકાશ જયેશભાઈ વસાવા ઉંમર વર્ષ ૨૫ કોન્ટ્રાક્ટમાં હેલ્પર તરીકે કામ કરે છે.ગતરોજ સાંજના સમયે આકાશ કંપનીમાં લોડીંગ પોઈન્ટ ઉપર એક ટ્રકમાં ગ્લાસ લોડિંગ કરી રહેલ હતો તે ગ્લાસનો બેલ્ટ કાઢવા માટે આકાશ ટ્રકમાં ઉભો હતો ત્યારે લોડીંગ કરી રહેલ ગ્લાસની પાઈલ અચાનક ટ્રકના ફાળકા તરફ નમીને પડતા આકાશ પાછળ ખસવા ગયેલ તે દરમ્યાન ટ્રકના વચ્ચેના ભાગમાં લોડ કરેલ ગ્લાસની પાઈલ આકાશ ઉપર આકસ્મિક રીતે પડી હતી.જેના કારણે આકાશ ગ્લાસ અને ટ્રકના ફાળકાની વચ્ચે દબાઈ જતા તેના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.કંપની સંકુલમાં અકસ્માતની ઘટના બનતા લોકો એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત આકાશ વસાવાને એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વર ખાતેની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.જયાબેન મોદી હોસ્પિટલના તબીબોઓએ આકાશને મરણ જાહેર કર્યો હતો.અકસ્માતની ઘટના સંદર્ભે ક્રેન ઓપરેટરે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવાજો ફરિયાદ નોંધાવી છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!