best news portal development company in india

વાલિયાના ધોળગામમાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ

SHARE:

ભરૂચ,

વાલિયા તાલુકાના ધોળગામ-આમલા ગભાણમાં સરકારી જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના ધોળગામ ગ્રામ પંચાયતમાં આવેલ ધોળગામ અને આમલા ગભાણ ગામે સરકારી ગૌચર અને ગામ તળમાં કેટલાક ઈસમોએ દબાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ ત્રણ નોટિસ આપ્યા બાદ પણ દબાણકર્તાઓ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર નહીં કરતા સરપંચ,તલાટી સહિતના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દબાણો હઠાવવાની કામગીરી હાથધરી હતી.આ દરમ્યાન આમલા ગભાણ ગામે ત્રણ દબાણકર્તાઓએ દબાણ હટાવવા મુદ્દત માંગતા તેઓને ગ્રામ પંચાયત દ્વારા મુદ્દત આપવામાં આવી હતી.જ્યારે ધોળગામના ત્રણ રસ્તાથી ગામના છેડા સુધીના તમામ ગેરકાદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!