ભરૂચ,
વાગરામાં એક અજીબો ગરીબ ચોરીની ઘટના સામે આવી છે.સોના,ચાંદી કે રોકડ નહીં પણ વાગરા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સાયખા ગ્રામ પંચાયતના ઉમેદવારના ફોર્મની ચોરી થવા પામી છે. ઘટનાની જાણ થતાંજ તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલે કાર્યકરો તેમજ સરપંચ પદના ઉમેદવાર સાથે તાત્કાલિક વાગરા પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ આપી હતી.તેમજ તાબડતોબ નવું ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી.કોંગ્રેસ કાર્યાલય માંથી થયેલ ફોર્મની ચોરીને લઈ પંથકના લોકોમાં કુતુહલ સર્જાયુ છે.તો બીજી તરફ આવુ કૃત્ય કરનારને ઝડપી પાડવા પોલીસે પણ કમર કસી છે.
સમગ્ર બનાવ અંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ (ખોજબલ) નાઓએ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સવારે ૧૦ કલાકે મને જાણ થઈ હતી કે વાગરા સ્થિત મારા વાગરા કાર્યાલય માંથી સાયખા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર દિનેશભાઈ રાઠોડે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને તે ફોર્મ કાર્યાલયમાં મૂકેલું હતું.જે ઉમેદવારી ફોર્મની ચોરી થઈ છે.જેની જાણ થતાં જ હું અને સાથી કાર્યકરો તાબડતોબ કોંગ્રેસ કાર્યાલય ખાતે દોડી ગયા હતા.જ્યાં જાણવા મળ્યું હતું કે ટેબલના ખાનામાં મુકેલ ઉમેદારી ફોર્મ જણાઈ આવ્યું ન હતું. ઓફિસમાં શોધખોળ કરવા છતાંય તે નહીં મળી આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી મેં સાયખા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર દિનેશ ભાઈ રાઠોડ તેમજ મારા સાથી કાર્યકરો સાથે વાગરા પોલીસ મથકે જઈ ફરિયાદ આપી છે. તદુપરાંત આજે ૯ તારીખે ૧૧ થી ૩ કલાક દરમ્યાન ફોર્મ જમા કરવાનું હોય,જેથી તાત્કાલિક મેં નવું ફોર્મ કલેક્ટ કરી ઉમેદવારી ફોર્મ ભરાવી સબમિટ કરાવ્યું છે. આ વેળાએ પ્રમુખ આસિફ પટેલ સાથે સાયખા ગ્રામપંચાયતના સરપંચ પદના ઉમેદવાર દિનેશભાઈ રાઠોડ સાથે પાંચ સભ્યો સહિત વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો અને ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવું કૃત્ય કરનાર તત્વોને ઝડપી તેના સામે કડક કાર્યવાહીની પોલીસ સમક્ષ માંગ કરી હતી.
વધુમાં પ્રમુખ આસિફ પટેલે જણાવ્યું હતું કે વાગરા તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે.અને આ લોકશાહીનો પર્વ છે.જેમાં અમોએ સાયખા પંચાયતના સરપંચના ઉમેદવાર તેમજ પાંચ સભ્યોની દાવેદારી નોંધાવી હતી.પાછલા ૪ દિવસથી અમે સતત મહેનત કરી ઉમેદવારોના ફોર્મ ભરી ઓફિસમાં મુકેલ હતા.પરંતુ કોંગ્રેસ કાર્યાલય માંથી કોઈએ આ ફોર્મની ઉઠાંતરી કરી છે.જેણે પણ આ કૃત્ય કર્યું છે.તે બરાબર નથી.સામેના કોઈ હરીફ ઉમેદવારનું અમે નામ લેવા નથી માંગતા પરંતુ સામેના હરીફ ઉમેદવાર ડરી ગયા હોય અને હાર માની ગયા હોય તેમ લાગી રહ્યું છે.અમને કોઈ ફરક પડવાનો નથી. અમે ફરીથી નવા ફોર્મ લઈ તેની પ્રોસેસ કરી ૧૧ થી ૩ ના સમયગાળામાં અમે ફોર્મ સબમિટ કરી દીધા છે. અને ચોરાયેલ ફોર્મ અંગે વાગરા પોલીસ તપાસ કરી રહી છે અને કસુરવારો સામે કાર્યવાહી પણ થશે તેમ જણાવ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is