best news portal development company in india

ભરૂચ શહેર અને જીલ્લામાં સૌભાગ્યવતી મહિલાઓએ શ્રદ્ધાભાવે વટ સાવિત્રી વ્રત ઉજવ્યું

SHARE:

– વડની પૂજા અર્ચના કરવા માટે વહેલી સવારથી જ મહિલાઓ ઉમટી : પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરાતું હોવાની રહેલી છે માન્યતાઓ

ભરૂચ,

ભરૂચ શહેર અને જીલ્લામાં હિંદુ સંસ્કૃતિના પવિત્ર તહેવાર વટ સાવિત્રી વ્રતની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.આજના દિવસે શહેર અને જીલ્લામાં સૌભાગ્યવતી મહિલાઓએ પરંપરાગત વસ્ત્રાલંકારમાં સોળે શણગાર સજીને  ભક્તિ ભાવપૂર્વક વ્રતનું પાલન કર્યું હતું.

વટ સાવિત્રી વ્રત હિન્દુ સમાજમાં વિશેષ મહત્વ ધરાવતું પવિત્ર વ્રત ગણાય છે.જેમાં મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય અને દાંપત્ય સુખ માટે ઉપવાસ રાખીને વટ વૃક્ષની પૂજા કરે છે.વહેલી સવારે મહિલાઓ સ્થાનિક મંદિરો અને ઠેર ઠેર વડના વૃક્ષ ખાતે ભક્તિભાવ સાથે પહોંચી હતી.પૂજા સામગ્રી અને થાળીઓ સાથે હાજર મહિલાઓએ બ્રાહ્મણ દ્વારા સંભળાવવામાં આવેલી વટ સાવિત્રી કથાને શ્રદ્ધાભાવે સાંભળી,વેદમંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજન અર્ચન કર્યું હતું.મહિલાઓએ કાચા સુતરના ઘાગા વડે વટ વૃક્ષની પ્રદક્ષિણા કરી અને નિર્જળ ઉપવાસ સાથે માતા પાર્વતીની આરાધના કરી હતી.સમગ્ર પંથકમાં આ વ્રતને લઈને ભક્તિભાવ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

વટ પૂર્ણિમાના દિવસે સત્યવાન-સાવિત્રીની કથા સાંભળવાનો મહિમા છે.દંતકથા અનુસાર અશ્વપતિ નામના રાજાની પુત્રી સાવિત્રીએ નારદની ભવિષ્યવાણી જાણ્યા પછી પણ નાની ઉંમરે સત્યવાન સાથે લગ્ન કર્યા હતા.લગ્નના એક વર્ષ પછી અચાનક સત્યવાન લાકડા કાપીને કંટાળી ગયો હતો અને એક વડના ઝાડ નીચે સુઈ ગયો હતો.જયારે સત્યવાનના જાગ્યો ત્યારે સાવિત્રીને નારદજીની ભવિષ્યવાણી યાદ આવી.સાવિત્રી તેના પતિના પ્રાણ યમરાજને લઈ જતા જોઈને તેના સૌ પુત્રોના વરદાનની યાદ આવી ગઈ હતી.સાવિત્રીના કઠોર તપ અને પવિત્રતા જોઈને યમરાજે સત્યવાનના પ્રાણ પાછા આપી દીધા હતા અને વડના ઝાડની નીચે તે પુનઃ જીવિત થવાના કારણે આ દિવસે વટસાવિત્રી અથવા તો વટ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.

સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ માટે વ્રત કરતી હોય છે.જેના પગલે ભરૂચ શહેર અને જીલ્લાના તમામ વિસ્તારોમાં સવારથી જ વડની પૂજા અર્ચના કરવા માટે સૌભાગ્યવતી મહિલાઓ મોટી સંખ્યમાં ઉમટી હતી અને વડની પૂજા કરી પતિના લાંબા આયુષ માટે ઉપવાસ કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!