best news portal development company in india

ધી ભરૂચ ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિ.ની વાર્ષિક સાધારણ સભામાં એજન્ડાના કામો સર્વાનુમતે મંજુર

SHARE:

ભરૂચ,

ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિ.ભરૂચની વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન અને વાગરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ એ.રણાના પ્રમુખ સ્થાને બેંકના નવા સહકારી શિક્ષણ તાલીમ ભવનનાં હોલમાં મળી હતી.

સભાની શરૂઆતમાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.મળેલ વાર્ષિક સાધારણમાં એજન્ડાના તમામ કામો સર્વાનુમતે કરવામાં આવ્યા હતા.સભાના પ્રમુખ સ્થાનેથી ઉદ્દબોધન કરતા અરૂણસિંહ એ.રણાએ જણાવ્યુ હતુ કે યુનાઈટેડ નેશન્સ દ્વારા સને ૨૦૨૫ ના વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યુ છે અને સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી થઇ રહી છે જેનો હેતુ નવીન વિચાર સરણી ધરાવતા યુવાનોને સહકાર ક્ષેત્ર સાથે જોડવા માટેનો છે, ” સહકાર થી સમૃધ્ધિ !” અને “સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર ” ના સમન્વય થકી સમગ્ર રાષ્ટ્રની સહકારી પ્રવૃત્તિની કાયાપલટ થઈ રહી છે, કેન્દ્ર સરકારે ૨૦૨૯ સુધીમાં દરેક પંચાયતોમાં પેકસની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે, આ નિર્ણય હેઠળ નવી પેક્સ અને દુધ મંડળીઓની નોંધણી કરવામાં આવશે, સહકારી ક્ષેત્રમાં પારદર્શક્તા લાવવા કોમ્પ્યુટરાઈઝેશન અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો અનિવાર્ય છે.

અરૂણસિંહ એ.રણાએ બેંકની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત મંડળીના પ્રતિનિધિઓ સમક્ષ વર્ષ દરમિયાન બેંકે કરેલ કામગીરીનો અહેવાલ રજુ કરી બેંકના સરવૈયા સંબંધિત માહિતી બેંકનુ શેરભંડોળ, રીઝર્વ ફંડ અને અન્ય ફંડો,બેંકની ડિપોઝીટ, રોકાણો, ધિરાણો, જમીન મકાન, બેંકનુ વર્કીંગ ફંડ વિગેરની આંકડાકીય માહિતી રજુ કરી એજન્ડા પરના તમામ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા છે.બેંકનો ચોખ્ખો નફો રૂા.૩.૬૯ કરોડ છે અને બેંકે ૧૫ % ડિવિડંડ જાહેર કયુ છે.અરૂણસિંહ રણાએ જણાવ્યુ હતુ કે સહકાર ક્ષેત્રમાં પાદર્શક્તા લાવીને તેના માળખાને મજબુત બનાવવુ ખુબ જરૂરી છે, આણંદ મુકામે ત્રિભુવનભાઈ પટેલ સહકારી યુનિર્વસીટીની સ્થાપના કરવામાં આવી છે જયાં સહકારી ધિરાણ માળખાને મજબુત બનાવવા માટેનુ શિક્ષણ અને તાલીમ આપવામાં આવશે, તેજ રીતે બેંકના નવા બંધાયેલ સહકારી શિક્ષણ તાલીમમાં જિલ્લાની મંડળીઓના ચેરમેન, સેક્રેટરી, કમિીટી સભ્યોને મંડળી સંચાલન સંબંધિત તાલીમ આપવામાં આવશે, બેંકના કર્મચારીઓ માટે પણ વિશેષ શિક્ષણ તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવશે, તેઓએ બેંક તરફથી આપવામાં આવતી સુવિધાઓનો વધુને વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

સાધારણ સભામાં ભરૂચ જીલ્લા સહકારી સંધના અધ્યક્ષ ભરતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.ના ચેરમેન દિલીપભાઈ પટેલ, બેંકના ડિરેક્ટર જીજ્ઞેશભાઈ પટેલ, નર્મદાના ભુતર્પવ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા, ભુતપુર્વ ધારા ધારાસભ્ય અને ભુતપુર્વ રાજયમંત્રી શબ્દશરણ તડવી, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા એ પ્રસંગોચિત્ત પ્રવચન કરી બેંકની કામગીરી અને પ્રગતિને બિરદાવી હતી.સભામાં ભરૂચના જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ પરેશભાઈ બી.કણકોટીયાનુ શાલ ઓઢાડી અને બુકે આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.તેઓએ ભરૂચ અને નિર્મદા જિલ્લામાં ચાલી રહેલ પેક્સ કોમ્પ્યુટરાઈઝેશનની કામગીરી માહિતી આપી કોમ્પ્યુટરાઈઝેશનુ મહત્વ સમજાવી નવા બાયલોઝને અનુરૂપ કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.સાધારણ સભામાં બેંકના વાઈસ ચેરમેન કરશનભાઈ પટેલ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ભરૂચ નર્મદા જિલ્લાની સહકારી સંસ્થાઓના હોદ્દેદારો, મંડળીના પ્રતિનિધિ ચેરમેન, સેક્રેટરીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.સાધારણ સભાનું સંચાલન બેંકના કન્સલટન્ટ આર.પી.રાવલે કર્યુ હતુ અને આભારવિધિ બેંકના ડિરેકટર ભુપેન્દ્રસિંહ રાઠોડે કરી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!