best news portal development company in india

ભરૂચ પાલિકા તંત્ર અને જે બી કેમિકલ કંપનીની ઉદાસીનતાના કારણે જે બી મોદી પાર્કમાં રમતના સાધનો તૂટેલી હાલતમાં

SHARE:

– યોગ્ય જાળવણી નહીં થતા લાઈટો, સીસીટીવી, પાણીનું કૂલર,ફુવારા અને લાકડાનો પુલ બંધ હાલતમાં

– પાર્કની જગ્યાએ કોમર્શિયલ વપરાશનો લોકોમાં ભય : તંત્ર ધ્યાન આપી યોગ્ય જાળવણી કરાવે તેવી માંગ

ભરૂચ,

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ જે.બી.મોદી પાર્ક જાળવણીના અભાવે નામશેષ થવાના આરે આવીનો ઉભો છે.કારણ કે છેલ્લા ઘણા સમયથી ગાર્ડનમાં રહેલી તમામ વસ્તુઓ જર્જરિત હોવા છતાં કોઈપણ જાતની જાળવણી કરવામાં આવી રહી નથી.તો તંત્ર દ્વારા પણ ધ્યાન ન આપવામાં આવતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીમાં રહેતા સીનીયર સીટીઝન અને બાળકોને મોર્નિંગ વોક તેમજ રમત ગમતના સાધનો સાથેનું ગાર્ડન મળે તે માટે જે.બી.મોદી પાર્ક સ્થિત ભરૂચ નગરપાલિકા અને જે.બી.કેમિકલ એન્ડ ફાર્મ લી.અંકલેશ્વરના સંયુક્ત પ્રયાસથી લાખોના ખર્ચે વર્ષ 2002 માં રાજ્યના ઉદ્યોગ અને પ્રવાસન મંત્રી સુરેશ મહેતના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કાયદો અને ન્યાય તંત્રના મંત્રી હેમંત ચપટવાલા સહીત ધારાસભ્ય બિપિન શાહ અને કલેકટર અંજુ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.ગાર્ડનનું નિર્માણ થયા બાદ તેની જાળવણી નહિ થતા બાળકોને રમત ગમત માટેના સાધનો હીંચકો,ચકેડી તેમજ લાકડાનો બ્રીજ અને રેલીગ તૂટી પડવાથી ગાર્ડનમાં નહિવત માત્રામાં લોકો આવી રહ્યા છે.

ગાર્ડનમા રહેલ પાણીનો હોજ પણ દુષિત બનવા સાથે ફાઉન્ટન પણ બગડેલી હાલતમાં જોવા મળી થયો છે.જયારે ગાર્ડનમાં સુરક્ષા માટે લગાડવામાં આવેલ  એલઈડી લાઈટ અને સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં છે.સાથે શૌચાલયો પણ બંધ હાલતમાં જોવા મળવા સાથે પીવાના પાણીનું કુલર પામ ઓફિસમાં બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે.અંગે બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલા લેવામાં નહીં આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.ત્યારે સામાજિક યુવા અગ્રણી યોગી પટેલે ગાર્ડનની યોગ્ય જાળવણી થાય અને રમત ગમતના સાધનો પણ નવા મુકવામાં આવે તે માટે તંત્ર અને ગાર્ડન ની જવાબદારી લેનાર કંપની પાસે માંગ કરી છે સાથે સાથે આ જગ્યા પર કોર્મશીયલ વસ્તુ ઉભી થઈ જાય અને કમાણી નું સાધન બની જાય તેવો ભય પણ રહેલો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા અને જે બી કેમિકલના સંયુક્ત પ્રયાસથી ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ જાળવણીના અભાવે અહીં ઓછું આવવાનું પસંદ કરી રહ્યા છે.જેથી આવનાર દિવસમાં આ ગાર્ડન પોતાની ઓળખ ગુમાવે અને આ જગ્યાનો કોમર્શિયલ વપરાશ માટે ન થાય તે માટે પાલિકાએ ધ્યાન આપવાની જરૂર ઉભી થઈ છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!