best news portal development company in india

જંબુસરની ટૂંડજ પંચાયતના પ સભ્યોની પેટાચૂંટણીમાં વોર્ડ ૫ ના મુમતાજ દિવાન બિનહરીફ તરીકે વિજેતા બનતા સ્વાગત કરાયું

SHARE:

ભરૂચ,

ભરૂચ જીલ્લાની પેટા ચૂંટણીઓમાં સરપંચ અને સભ્યોમાં જંબુસર તાલુકામાં કુલ ૨૮ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ૬ સરપંચ અને ૨૭ સભ્યો નોંધાયા છે.આમોદ,વાગરા,ભરૂચ,અંકલેશ્વર, હાંસોટ,ઝઘડિયા,વાલિયા અને નેત્રંગ ભરૂચ જીલ્લાની પેટા ચૂંટણીઓમાં કુલ ૩૪ સરપંચ અને ૧૩૩ સભ્યો નોંધાયા છે.જોકે ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેદાનમાં કેટલા ઉમેદવાર ચૂંટણી લડશે તે ચિત્ર સ્પષ્ટ થશે.જોકે તે પેહલાજ જંબુસર તાલુકાનાં ટુંડજ ગ્રામપંચાતના વોર્ડ સભ્યનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના ટુંડજ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર પ નાં સભ્યની પેટાચૂંટણીમા મુમતાજ ઉષ્માનગની દિવાન નાઓની બિનહરીફ વિજેતા બનતા ટુંડજ ગામના સરપંચ,આગેવાનો સહિત તેઓના સમર્થકો દ્વારા તેઓનું ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!