(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળામાં રિટાયર્ડ વ્યાયામ શિક્ષક.ગૌરીશંકર દવે
૫૦ વર્ષથી વિનામુલ્યે જિમ્નાસ્ટિક, યોગ-આસન, કસરતો શિખવાડે છે,રાજપીપળાનાં નગરવાસીઓ લાભ લઈ રહ્યા છે.અત્યાર સુધીમાં ૫૦૦૦ વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે.એમાંથી ૭ વિદ્યાર્થીઓ જિમનાસ્ટીક કોચ બન્યા, નેશનલ લેવલે ૩૦ ગોલ્ડમેડલ,૨૮ સિલ્વર મેડલ અને ૨૯ બ્રાન્ચ મેડલ જીતાડ્યા છે.
કોઈપણ જાતની ફી લીધા વિના મુલ્યે તન મન ધન થી કોચની ભૂમિકા ભજવી જિમનાસ્ટીક શીખવનાર ગૌરીશંકર દવેએ અત્યાર સુધીમાં ૫૦૦૦ વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે.એમાંથી ૭ વિધાર્થીઓ જિમનાસ્ટીક કોચ બન્યા છે નેશનલ લેવલે ૩૦ ગોલ્ડમેડલ,૨૮ સિલ્વર મેડલ અને ૨૯ બ્રાન્ચ મેડલ જીત્યા છે. તો ૨૦ વિદ્યાર્થીઓને ૨૦-૨૦ હજારની સ્કોલરશીપ મળી તો તેજસ પટેલને ૫૧ હજાર રૂપિયાનો એવોર્ડ મળ્યો છે. એ ઉપરાંતઅસંખ્ય વિદ્યાર્થીઑને નેશનલ સર્ટિફિકેટને આધારે જુદા જુદા વિભાગોમાં નોકરી મળી છે.
ગૌરીશંકર દવેએ જણાવ્યું હતું કે જો રોજ થોડી કસરત, સ્ટ્રેચીંગ, બેન્ડીંગ,જોગીંગ,થોડું રનીંગ કરવામાં આવે તો ચરબી અથવા મેદસ્વીતા ઓછી કરી શકાય છે, દસ મિનિટ નાની કસરતો કરવાથી,૧૪મિનિટ પ્રાણક્રિયા કરવાથી, અનુલોમ-વિલોમ તેમજ બે પ્રાણાયામ કરવાથી આવું કરવાથી શરીર તંદુરસ્ત રહશે, તેમણે એમ પણ ઉમેર્યુ હતું કે ,ફ્રુટ, કઠોળ હંમેશા દિવસે ખાવા જોઇએ, તળેલી, જંકફૂડ બજારની વસ્તુનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
નેશનલ એવોર્ડ તો ઘણા જીત્યાં પણ હવે અમારી ઈચ્છા ઈન્ટરનેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીતે એવું અમારો પ્રયાસ છે.હવે આધુનિક સાધનો મળવાથી જીમ્નાસ્ટિક ખેલાડીઓને ઈન્ટરનેશનલ લેવલ સુધી લઈ જવાની અને ૨૦૨૩૬ માં ઓલોમ્પિક માં મેડલ જીતવાની તૈયારી કરતા હોવાની ઈચ્છા વ્યક્ત કરતા ગૌરીશંકર દવેની અનોખી સેવાને લોકો બિરદાવે છે.રાચવીબેન નાઈ વ્યાયામ શાળામાં લાંબા સમયથી અહિં યોગ -પ્રાણાયામ- કસરત શિખવા માટે આવે છે સાથે પોતાના બાળકને પણ લઇ આવે છે.અહિં કોચ દવે સર ખુબ સારી રિતે સવાર -સાંજ બે પાળીમા વ્યાયામ કરાવે છે તે પણ વિના મુલ્યે શિખડાવે છે.અહિ ઓછામાં ઓછા ૧૦૦-૧૫૦ જેટલાં લોકો અહિ આવે છે.અહિ આવ્યા પછી ખુબ સારું લાગે છે અને કામ કરવામાં થાક પણ લાગતો નથી.આજનાં સમયમાં લોકો ગંભીર બિમારીઓથી પિડાય છે એમાથી મુકત થવું હોય તો યોગ- આસન ખુબ જરુરી છે.સમય કાઢી તમે પણ આવો સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા વ્યાયામ એક ઉત્તમ માધ્યમ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is