– ASI હિતેશ પરમાર અને GRD સભ્ય ઠાકોર પટેલ,ભઠ્ઠાના માલિક સહિત ૭ લોકો સામે પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કરાયો
ભરૂચ,
ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાના આદેશ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને હાંસોટ પોલીસ મથકમાં ૭ લોકો સામે પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.તો આ મામલે સાંસદ મનસુખ વસાવાએ પણ પ્રતિક્રિયા આપી હતી.
ગુજરાતમાં દારૂ બંધીના લીરેલીરા ઉડાવતા અને કાયદાનો પાઠ ભણાવનાર જ કાયદોનું પાલન ન કરી દારૂની મહેફિલ માણતા અને ડાન્સ કરતો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા ખળભળાટ મચી જવા પામી હતી.વાયરલ વીડિયો ને લઈને જીલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા તપાસના આદેશ આપ્યા બાદ વાયરલ વીડિયોમાં દેખાતા હાંસોટ પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હિતેશ પરમાર અને જીઆરડી સભ્ય ઠાકોર પટેલ હોવાનું માલૂમ પડ્યું હતું.જે બાદ વિડિયો વાયરલ કરનારની પૂછપરછ કર્યા બાદ હાંસોટ પોલીસ મથકમાં એએસઆઈ હિતેશ પરમાર,જીઆરડી સભ્ય ઠાકોર પટેલ સહિત નાસિર, મુજાદ મહંમદ ઝફર મોહંમદ સફીક ઉર્ફે બાબુ શેખ, મહંમદ સફીક અબ્દુલ મજીદ શેખ,મહંમદ અનીસ મહંમદ યુનુસ મેમણ અને ભઠ્ઠાના માલિક રઈશભાઈ સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા વાયરલ થયેલ વીડિયોનો મામલો સાંસદ મનસુખ વસાવાએ આપ્યું નિવેદન અને કહ્યું ખાતું કે કાયદાનું પાલન પોલીસે કરવું જોઈએ પરંતુ કેટલાક લોકો પોતાની જવાબદારી નિભાવતા નથી આવા લોકો પોલીસ ખાતાને બદનામ કરે છે ગુજરાતમાં જે પ્રકારે પોલીસની કામગીરી છે તે સુંદર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દારૂબંધીના કાયદાનો ભંગ કરનારા પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ થતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is