best news portal development company in india

આમોદના મોટા તળાવની કામગીરીમાં થયેલી ગોબાચારી બાબતે વીજીલન્સ તપાસની માંગ

SHARE:

આમોદ,

આમોદ મોટા તળાવ ખાતે રૂપિયા ૬.૫૯ કરોડના ખર્ચે બ્યુટીફિકેસનની હાલ કામગીરી ચાલી રહી છે.જેમાં મોટાં પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું સામે આવતાં આમોદ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ વીજીલન્સ તપાસની માંગ કરતા પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ મોટા તળાવ ખાતે હાલ ૬.૫૯ કરોડના ખર્ચે તળાવના બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે.જેમાં ગુણવત્તા વિહીન કામ હોવાનું ધ્યાને આવ્યું છે.તેમજ તળાવમાં એસ્ટીમેટની વિરુદ્ધ કાળી માટીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત રબર મેટલ પણ હલકી ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.તેમજ દિવાલના બાંધકામમાં પણ હલકી ગુણવત્તાની રેતી વાપરવામાં આવી છે.જે આમોદમાં પડેલ કમોસમી વરસાદમાં તળાવની કામગીરીની પોલ ખુલ્લી પડી હતી.જેથી તળાવની દિવાલો પણ તૂટી જવા પામી હતી.આ ઉપરાંત તળાવના સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા ડાયરેક્ટ વીજ જોડાણ મેળવી લાઇટનો ગેરકાયદેસર ઉપયોગ કરી ચોરી કરવામાં આવી હતી.તેમજ પાણીના પૈસા ભર્યા વગર બેફામ રીતે ટેન્કરોનો ઉપયોગ કરી તળાવ બ્યુટી ફિકેશનની કામગીરીમાં પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.જેથી આમોદ નગરપાલિકાને પણ આર્થિક નુકશાન પહોચાડવામાં આવ્યું હતું અને સરકારી તિજોરીને નુકસાન થયુ હતું.જે બાબતે આમોદ જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ ગાંધીનગર વીજીલન્સ કમિશનરને લેખિત ફરિયાદ કરી નિષ્પક્ષ તપાસ માંગ કરતાં સમગ્ર આમોદ નગર સહિત પાલિકા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!