best news portal development company in india

ભરૂચમાં સાઈબર ફોર્ડનો વધુ એક દંપતિ ભોગ બન્યું : સજા થઈ છે ધરપકડ થશે તેમ કહી નકલી સુપ્રીમ કોર્ટની ધરપકડની નોટિસ મોકલી ૪૦ લાખ પડાવ્યા

SHARE:

– ફરિયાદીએ પોતાની ૪૫ લાખની એફડી તોડીને સાયબર ફ્રોડોને ૪૦ લાખ રૂપિયા પધરાવ્યા

– નિવૃત્ત દંપતી છેતરાયું હોવાનો અનુભવ થતા સાયબર પોલીસ મથકે પહોંચી અજાણ્યા સાયબર ફ્રોડો સામે ફરિયાદ નોંધાવી

– સાયબર ફ્રોડ અજાણ્યા ઈસમો વય વૃદ્ધોને જ ટાર્ગેટ બનાવતા હોવાના અહેવાલ

ભરૂચ,

ભરૂચમા નિવૃત વ્યક્તિને સાઈબર ફ્રોડોએ અજાણ્યા નંબર ઉપરથી વોટ્સએપ ઉપર વીડિયો કોલિંગ તથા ધરપકડ વોરંટ મોકલી ફરિયાદી તથા તેના પરિવારના સભ્યોને ૨૦ વર્ષની સજા થઈ છે પોલીસ પકડવા આવશે તેમ કહી ડરાવી ધમકાવી સાયબર ફ્રોડોએ ૪૦ લાખ રૂપિયા પડાવી લેતા આખરે સમગ્ર મામલો સાયબર પોલીસ મથકમાં પહોંચતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.

ભરૂચના સાઈબર પોલીસ મથકમાં જીએનએફસી ટાઉનશીપ નજીક આવેલ મુક્તાનંદ સોસાયટીમાં રહેતા અંબાલાલ ઉદેસિંહ પરમારે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ પોતે જીએનએફસી માં સિનિયર ઓપરેટર તરીકે નોકરી કરી નિવૃત્ત થયા છે અને તેઓ તથા તેમની પત્ની સ્ટેટ બેંકમાં એકાઉન્ટો ધરાવો છો અને અજાણ્યા નંબર ઉપરથી એક મહિલાએ ફોન કરેલો જે રિસીવ કરતા પ્રિયા અગ્રવાલ તરીકે હિન્દી ભાષામાં વાતચીત કરેલી ત્યારબાદ રાહુલ રોય નામના ઈસમે પણ મુંબઈ પોલીસ તરીકે ફોન કરેલો.બંને જણાએ ફરિયાદીને કહ્યું હતું કે તમને અને તમારા સભ્યોને ૨૦ વર્ષની સજા થઈ ગઈ છે અને વિડીયો કોલ કરનાર પોલીસના યુનિફોર્મમાં હોવાના કારણે ફરિયાદી પણ ગભરાઈ ગયેલા અને સાઈબર ફ્રોડે ફરિયાદીને કહ્યું હતું કે નરેશ ગોયલ નામના વ્યક્તિ પાસેથી પ્રુફ મળેલા છે તેમ કહી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તરફથી તમારા નામે એરેસ્ટ વોરંટ નીકળી ગયા છે તેમ કહી ધરપકડથી બચવું હોય તો તમારા એકાઉન્ટમાં મોટી રકમ છે તે આપવી પડશે તેમ કહી ફરિયાદી અંબાલાલ પરમાર ગભરાઈ ગયેલા અને તાત્કાલિક પોતાના બેંક એકાઉન્ટમાં કરેલી 45 લાખની એફડી તોડી ૪૦ લાખ રૂપિયાની રકમ સાયબર ફ્રોડોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી.

અજાણ્યા પ્રિય અગ્રવાલ તથા રાહુલ રોય નામના વ્યક્તિએ નિવૃત્ત જીએનએફસીના સિનિયર ઓપરેટર સાથે છેતરપિંડી કરી હોવાનો અનુભવ થતા તેઓ તાત્કાલિક ભરૂચના સાઈબર પોલીસ મથકે પહોંચી અજાણ્યા સાયબર ફ્રોડો સામે બીએનએસની કલમ 3(5),61(2)(a),204,308(7),318(4),319(2),336(2),336(3),336(4),337,338,340(2) સાયબર એક્ટ 66-C,66-D મુજબ ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા સાયબર ફ્રોડોને ઝડપી પાડવાની કવાયત કરી છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!