– જ્યારે અમુક પંચાયતની વોર્ડ પેટા ચુંટણી માટે ફોર્મ નહી ભરાતા બેઠકો ખાલી રહી!
આમોદ,
આમોદ તાલુકાની ૨૧ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પૈકી આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયુ હતું.જેમાં પાંચ પંચાયતોની સામાન્ય ચુંટણી માટે ત્રણ ગ્રામ પંચાયત આસનેરા, સુડી તેમજ વાડીયા સમરસ બની હતી.મછાસરા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચની ચૂંટણી યોજાશે.જેમાં વૉર્ડ નંબર ૧,૨,૫,૬,૭ અને ૮ બિનહરીફ બન્યાં હતાં.જ્યારે વૉર્ડ નંબર ૩ અને ૪ માં ચૂંટણી યોજાશે.બોડકા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચની ચૂંટણી યોજાશે.જેમાં વોર્ડ નંબર ૨,૩,૫,૬,૭ અને ૮ બિનહરીફ બન્યા હતા.જ્યારે વોર્ડ નંબર ૧ અને ૪ માં ચૂંટણી યોજાશે.જ્યારે મધ્યસત્ર ચૂંટણી માટે સરભાણ ગામ પંચાયતમાં સરપંચની ચૂંટણી યોજાશે.જેમાં વોર્ડ નંબર ૧,૨,૩,૪,૫,૬,૭ બિન હરીફ બન્યા હતા.જ્યારે વોર્ડ નંબર ૮,૯,૧૦ માં ચૂંટણી યોજાશે.તેલોદ ગ્રામ પંચાયતની મધ્યસત્ર ચૂંટણી માટે સરપંચની ચૂંટણી યોજાશે.જેમાં વોર્ડ નંબર ૧,૩,૫ અને ૮ બિનહરિફ બન્યાં હતાં.જ્યારે વૉર્ડ નંબર ૨,૪, ૬ અને ૭ માં ચૂંટણી યોજાશે.
આ ઉપરાંત વૉર્ડની પેટા ચૂંટણી માટે આછોદ પંચાયતનાં બંને વોર્ડ નંબર ૪ અને ૯ બિન હરિફ બન્યાં હતાં.ઇખર પંચાયતના વોર્ડ નંબર ૪ બિનહરિફ બન્યો હતો.નિણમ પંચાયતમાં વોર્ડ નંબર ૭ બિનહરિફ બન્યો હતો.ચકલાદ પંચાયતમાં વોર્ડ નંબર ૬ બિનહરિફ બન્યો હતો.જ્યારે વોર્ડ નંબર ૮ માં ફોર્મ ભરાયું નથી.ઈટોલા ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી યોજાશે.જ્યારે વોર્ડ નંબર ૧ અને ૮ માં ફોર્મ ભરાયા નથી.માતર પંચાયતમાં વોર્ડ નંબર ૭ બિનહરિફ બન્યા હતા. રાણીપુરા વોર્ડ નંબર ૬ બિનહરીફ બન્યો હતો.કોલવણા વોર્ડ નંબર ૨ બિનહરીફ બન્યો હતો.કેસલું ગ્રામ પંચાયત માટે વોર્ડ નંબર ૧,૨ અને ૭ બિનહરીફ બન્યાં હતાં.જ્યારે વોર્ડ નંબર ૪,૫,૬ અને ૮ ના ફોર્મ જ ભરાયાં નથી.જ્યારે રોધ, ઘમણાદ, સોનામા,નાહિયેર,તેગવા સહિતના ગામોમા વોર્ડ પેટા ચૂંટણી માટે ઉમેદવારની ફોર્મ જ ભરાયા નહોતા.
અત્રે ઉલલેખનીય છે કે ૨૨ મી જુનના રોજ ચૂંટણી યોજાશે.ત્યારે તંત્રએ હવે ચૂંટણીલક્ષી કામગીરી આરંભી દીધી છે. અને સરપંચો સહિત વોર્ડના ઉમેદવારોને ચિન્હો ફાળવી દેવામાં આવ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is