– વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોષી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણાવાળાએ પત્રકાર પરિષદ સંબોધી
– વિકસિત ભારતના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના અમૃતકાળની ઉજવણી
– દેશમાં સૌથી વધુ રોજગારી આપતા ભરૂચ જિલ્લામાં આકાર લેતા કરોડોના વિકાસકામોની પણ પ્રસ્તાવના રજૂ કરાય
ભરૂચ,
વિકસિત ભારતનો અમૃતકાળ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી.
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રોટરી ક્લબ ખાતે કેન્દ્રમાં ભાજપ સરકારના ૧૧ વર્ષની ઉજવણી નિમિતે દેશ, ગુજરાત અને ભરૂચ જિલ્લામાં વિકાસની ફલશ્રુતિ રજૂ કરવા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,જિલ્લા પ્રભારી અશોક પટેલ, જંબુસર ધારાસભ્ય ડી.કે.સ્વામી, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસીયા, સંયોજક દિવ્યેશ પટેલ,પ્રતિક્ષાબેન પરમાર, રશ્મિ પંડ્યા સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ સરકારના તમામ ક્ષેત્રે વિકાસના ૧૧ વર્ષની કામગીરીને વડોદરાના સાંસદ ડૉ હેમાંગ જોશી, પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાળાએ પત્રકારો સમક્ષ રજુ કરી.કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કરેલા ૧૧ વર્ષમાં દેશમાં આંતરિક,બાહ્ય સુરક્ષા,આર્થિક ક્ષેત્રે ગતિવિધિઓ, આત્મનિર્ભતા, તમામ ક્ષેત્રે વિકાસનો ચિતાર સાંસદ ડો.હેમાંગ જોષીએ આપ્યો હતો.
ગુજરાત સાથે દેશમાં સૌથી વધુ રોજગારી આપતા ભરૂચ જિલ્લામાં પણ હાલ હજારો કરોડોના કાર્યરત પ્રોજેક્ટો અંગે માહિતી અપાઈ હતી. જેમાં ભાડભૂત બેરેજ, ફ્રેઈટ કોરિડોર, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન પ્રોજેકટ, ભરૂચ – દહેજ એક્સપ્રેસ વે, એરપોર્ટની જાણકારી મીડિયા સમક્ષ રજુ કરાઈ હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is