– સાંસદ મનસુખ વસાવા,દંડક બાળકૃષ્ણ શુક્લ તથા ડૉ.અનિલ પટેલે મોદી સાશનના ૧૧ વર્ષ ની સિદ્ધિઓ વર્ણવી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સંકલ્પથી સિદ્ધિ સુધી “મોદી સરકારના – ૧૧ વર્ષ વિષય પર નર્મદા જીલ્લા કક્ષાએ દંડક બાળકૃષ્ણ શુક્લ તથા ડૉ.અનિલ પટેલની ઉપસ્થિતિમાં કમલમ નર્મદા રાજપીપળા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.જેમાં ખાસ ઉપસ્થિત જિલ્લા પ્રમુખ નીલ રાવ,સાંસદ મનસુખ વસાવા તથા ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ,નર્મદા સુગરના ચેરમેન અને પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ,પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી, હર્ષદ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર પરિષદ બાદ સાંજે ૭ કલાકે હરસિધ્ધિ માતાજીના કેમ્પસમાં વિકસિત ભારત” પર પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી હતી.ત્યાર બાદ વ્યવસાયિક સંમેલન પટેલ છાત્રાલય ખાતે રાખવામાં આવ્યું હતું.જેમાં સાંસદ મનસુખ વસાવા,દંડક બાળકૃષ્ણ શુક્લ તથા ડૉ.અનિલ પટેલે ઉદ્દબોધનમાં
વિકસિત ભારતનો અમૃતકાળમાં સેવા સુશાશન,ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ અંગે યોજાયેલા કાર્યક્રમમાં મોદી શાશનના મહત્વના પાસાઓની ચર્ચા કરી ઓપરેશન સિંદૂરથી માંડી છેવાડાના માનવી સુધી સરકાર ની યોજનાઓ પહોંચાડી મોદી સરકારના ૧૧ વર્ષના સાશન કાળમાં ભારતનો વિકાસ, ગરીબોનો વિકાસ થયો હોવાની વાત કરી મોદી શાસનના ૧૧ વર્ષની સિદ્ધિઓને વર્ણવી હતી.
વિશ્વકક્ષાના અનેક પ્રોજેકટો આપીને નરેન્દ્ર મોદીએ ગુજરાતને ગૌરવ અપાવ્યું હોવાનું ડૉ.અનિલભાઈ પટેલે જણાવ્યું હતું.નર્મદા યોજના અને નર્મદા ડેમના દરવાજાની મંજૂરી માટે ગુજરાતની જનતા નરેન્દ્ર મોદીને કયારેય ભૂલી શકશે નહિં.એમ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું.તો “આયુષ્યમાન ભારત”માં મફતમાં ૧૦ લાખની કેસલેશ સારવારએ ગરીબ – મધ્યમવર્ગનો સૌથી મોટો સથવારો અને હાશકારો છે.ભારતની સુરક્ષા અને આતંકવાદ સામેની લડાઈમાં નરેન્દ્ર મોદીએ “સર્જીકલ સ્ટ્રાઈક, એરસ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂર” દ્વારા વિશ્વને “નયા ભારત”ની ઓળખ કરાવી દીધી હોવાની વાત કરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is