ભરૂચ,
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી ૨૦ જૂને યોજાનારી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.જેમાં ૧૦ બેઠકો માટે કુલ ૨૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાનાર છે.પ્રારંભમાં ૪૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ૨૦ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
કોર્પોરેટ કેટેગરીની એક બેઠક માટે સહયોગ પેનલના સંજયકુમાર ઓઝા અને વિકાસ પેનલના પી.આર. રાવ વચ્ચે મુકાબલો થશે.રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે સહયોગ પેનલના ભાવેશ વાઘાસિયા અને વિકાસ પેનલના યોગેશ પટેલ ચૂંટણી લડશે.જનરલ કેટેગરીની ૮ બેઠકો માટે ૧૬ ઉમેદવારો મેદાનમાં છે.સહયોગ પેનલ માંથી ધીરેન શાહ, પ્રકાશચંદ્ર રાવલ, પંકજ અંતાલા, અશોક ચોવટિયા, દિનેશ ખુંટ, કમલેશ પટેલ, કલ્પેશ પટેલ અને હરેશ પટેલ ઉમેદવારી નોંધાવી છે. વિકાસ પેનલ માંથી ભૂપેન્દ્ર પટેલ,ભાવેશ કાલરિયા, નિલેશ પટેલ,કમલેશ ગાંધીયા,નરેન્દ્ર જીંજાળા, અતુલ પટેલ,વિમલકુમાર પટેલ અને ચિંતન વેકરિયા ચૂંટણી લડી રહ્યા છે.
૧૩૦૦ થી વધુ સભ્યો ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં દર વર્ષે ૧૦ સભ્યોની મુદત પૂરી થાય છે. મેનેજિંગ કમિટીમાં કુલ ૩૦ સભ્યો છે.ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં ઉમેદવારોએ હવે મતદારોને રિઝવવાનું અભિયાન શરૂ કરી દીધું હોવાની ચર્ચા ઉઠવા પામી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is